Page Views: 8229

જાણો ખરેખર કોરોના સામે દસ ગણી અસરકારક દવા દિલ્હીમાં શોધાયાનો દાવો

તાજેતરમાં થયેલા રિસર્ચમાં આઇઆઇટી દિલ્હીએ 23 દવાઓ પર રિસર્ચ બાદ દાવો કર્યો

નવી દિલ્હી-28-9-2020

સમગ્ર વિશ્વ આજે કોરોના સામે એક જંગ લડી રહ્યું છે રસી શોધવા માટે મથામણ કરી રહ્યું છે ત્યારે દિલ્હી આઇઆઇટી દ્વારા કરવામાં આવેલા દાવાથી કોરોના સામે જંગ જીતવાની આશા ઉભી થઇ છે. જો કે, આ દવાની કોરોના સામે લડવાની અસરકારકતા દસ ગણી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટીકોપ્લેનિન નામની આ એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક દવાથી કોરોના વાયરસની સારવારમાં નવી આશા જાગી છે. તાજા રિસર્ચમાં ખબર પડી છે કે આ દવા અત્યારે ઉપયોગમાં લેવાય રહેલી દવાઓ કરતાં 10 ગણી વધુ અસરદાર સાબિત થઇ શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ 23 દવાઓના રિસર્ચ બાદ આ દાવો કર્યો છે. IIT-Dના કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિસે કોરોના વાયરસ માટે ઉપયોગમાં લેવાઇ રહેલી 23 દવાઓનું સ્ક્રીનિંગ કર્યું. બાકી દવાઓની સાથે જ્યારે ટીકોપ્લેનિનની અસરની તુલના કરાઇ તો ખબર પડી કે આ દવા 10થી વધુ ગણી અસરદાર છે.IIT દિલ્હીના પ્રોફેસર અશોક પટેલ આ અભ્યાસને લીડ કરી રહ્યા હતા. પટેલે કહ્યું કે ટીકોપ્લેનિનની અસરને બાકીની દવાઓ સાથે કમ્પેયર કરાઇ. ટીકોપ્લેનિન SARS-COV-2 ની વિરૂદ્ધ ઉપયોગમાં લેવાઇ રહેલી બાકીના મુખ્ય દવાઓ જેવી કે હાઇડ્રોક્લોરોક્વિન અને લોપિનેવિરની સરખામણીમાં 10-20 ગણી વધુ અસરદાર જોવા મળી છે. આ રિસર્ચ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યૂલ્સમાં પણ છપાયું છે. AIIMSના ડૉ.પ્રદીપ શર્મા પણ આ રિસર્ચનો હિસ્સો હતા. ટીકોપ્લેનિન એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક છે. આ દવા વ્યક્તિઓમાં ઓછો ટૉક્સિક પ્રોફાઇલવાળા ગ્રેમ-પોઝિટિવ બેક્ટેરિયલ ઇન્ફેકશન્સને સાજા કરવામાં ખૂબ ઉપયોગ થાય છે. તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાંથી પણ અપ્રૂવલ મળી છે. IIT દિલ્હીના પ્રોફેસર પટેલે કહ્યું કે તાજેતરમાં રોમની સેપિએન્જા યુનિવર્સિટીમાં ટીકોપ્લેનિનની સાથે એક ક્લિનિકલ સ્ટડી થયો છે. કોવિડ-19ની વિરૂદ્ધ ટીકોપ્લેનિનની શું ભૂમિકા છે, તેને નક્કી કરવા માટે મોટાપાયે અલગ-અલગ સ્ટેજના કોવિડ દર્દીઓ પર સ્ટડી કરવાની આવશ્યકતા છે અને આગામી દિવસોમાં આ દવા અંગે હજુ વધુ રિસર્ચ બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.