Page Views: 63225

નારીના મનના વિવિધ ભાવો કેનવાસ પર ઉતારે છે મૈત્રી શાહ

મૈત્રી શાહના ચિત્રોમાં જે ભાવ વ્યક્ત થયા છે તે એક ઉંડી છાપ છોડી જાય છે

ગાંધીનગર- 26-9-2020

માનવીના જીવનમાં કોઇ પણ એક કળા હોય તો તે જીવન તરી જાય છે એવુ આપણે ત્યાં કહેવાય છે. આવી જ એક અદભૂત ચિત્રકળા છે ગાંધીનગરની  મૈત્રી શાહમાં અને તેના કેનવાસ પેઇન્ટીંગ આપણા મન પર એક અલગ જ છાપ છોડી જાય છે. મૈત્રી શાહે આમ તો  કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે પણ તે ચિત્રકલા માંથી ઊંડો રસ ધરાવે છે અને આ તેમની કુદરતી બક્ષિસ છે. મૈત્રીએ અત્યાર સુધીમાં ચિત્રકલા ક્ષેત્રે તેમણે ૩ ઇન્ટરનેશનલ એવોર્ડ,૧૩ નેશનલ એવોર્ડ જેમાં ૧૦ ગોલ્ડ, ૧ સિલ્વર ક્રાઉન,૨ સિલ્વર તથા ૬ સ્ટેટ લેવલના એવોર્ડ મેળવેલા છે, લોકલ  સ્પર્ધામાં ઘણા એવોર્ડ્સ મેળવેલા છે. મૈત્રીએ ૧૨ જેટલા ગ્રુપ ના solo એક્ઝિબિશન નેશનલ લેવલે અને એક ઈન્ટરનેશનલ લેવલે કરેલ છે.



મૈત્રીના  ચિત્રો મોટેભાગે નારી મનના જુદા જુદા ભાવો વ્યક્ત કરે છે. જેમ કે અહીં મુકેલ tears ચિત્રમાં બારણા પાછળ આંસુ સારતી સ્ત્રીની વેદના તેની આંખો દ્વારા તમારા મન સુધી પહોંચે છે. અને લાગે છે  જાણે તેની જિંદગી ચિત્રના રંગ ની જેમ રંગહીન છે. તેવી જ રીતે despair ચિત્રમાં વરસાદમાં પેલી છોકરીનો ચહેરો દેખાતો નથી છતાં તેના આંસુ તમે જોઈ શકો છો તેજ તેના ચિત્ર ની ખાસિયત છે જાણે તે અવકાશમાં ક્યાંક આધાર સુધી રહી હોય તેવું લાગે છે. તો વળી unrequited dreams ચિત્રમાં તે પોતાના ખોવાયેલા સપના ને શોધી રહી છે.

માનવ ઉપરાંત કુદરતના જુદા જુદા સ્વરૂપો પણ ખૂબ સુંદર રીતે  મૈત્રીએ કેનવાસ પર ઉતારેલા છે. રંગોની સાથેની તેમની કરામત અદભુત છે. તેમનું broken heart ચિત્ર ખરેખર ખૂબ સુંદર છે.


ક્રિએટીવ આર્ટ આર્ટ વગેરેમાં પણ તેમની પકડ સારી છે. એમની youtube ચેનલ પર તેઓ બાળકોને રસ પડે તે રીતે ખુબ સુંદર ચિત્રો શીખવે છે. આમ તેના ચિત્રોમાં ઘણી બધી વિવિધતા છે. એક સ્ટાઈલ માં બંધાયેલ નથી. ગ્લાસ પેન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, બોટલ પેઇન્ટિંગ, ઉપરાંત માનવ હાવભાવ ,કુદરત , એબ્સ્ટ્રેકટ પેઇન્ટિંગ જેવી ખૂબ બધી વિવિધતા તેમના ચિત્રોમાં જોવા મળે છે. 

ખરેખર મૈત્રીના ચિત્રો જોવાથી એક વાત તો ચોક્કસ જ સમજાય છે કે, કુદરતે આપેલી કળાને તેણે ભરપુર રીતે કેનવાસ પર ઉતારીને નારીની વેદનાને વાચા આપવાનું અદભૂત કામ કર્યું છે.