Page Views: 8674

અયોધ્યા રામ જન્મભૂમિ બાદ હવે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિનો મામલો કોર્ટમાં પહોંચ્યો

શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની માંગણી કરવામાં આવી

મથુરા-26-9-2020

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વચ્ચે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. જન્મભૂમિ પરિસરને લઈ મથુરા કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં 13.37 એકરમાં માલિકીનો દાવો કર્યો છે અને શાહી ઇદગાહ મસ્જિદને હટાવવાની માંગ કરી છે.ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાનની સખા રંજના અગ્નિહોત્રી વતી સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈનને અરજી કરી છે. આ પિટિશનમાં જમીનને લઇ 1968ના કરારને ખોટો ગણાવ્યો હતો. વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે આ કેસ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન, કટરા કેશવ દેવ ખેવટ, મૌજા મથુરા બજાર શહેર વતી અંતરંગ સખીના રૂપમાં અધિવક્તા રંજના અગ્નિહોત્રી અને અન્ય છ ભક્તો દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે.જો કે આ કેસમાં Places for worship Act 1991નો અવરોધ છે. આ એકટના મતે આઝાદીના દિવસે 15 ઓગસ્ટ, 1947ના રોજ જે ધાર્મિક સ્થળ જે સમુદાયનું હતું તેનું જ રહેશે. આ અધિનિયમ હેઠળ માત્ર રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને મંજૂરી આપવામાં આવી હતી.