Page Views: 10227

ફેસબુક પર અપલોડ કરેલા વિવિધ ચેલેન્જના ફોટા હેકર્સ હેક કરી તેનો ગેર ઉપયોગ કરી શકે છે

સાયબર ક્રાઇમ પોલીસે લાલબત્તી બતાવી

ગાંધીનગર-26-9-2020

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડીયાના લોકપ્રિય પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી #COUPLE CHALLENGE (કપલ ચેલેન્જ) જેવી અલગ અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં લોકો આડેધડ કપલ ફોટો ફેસબુકમાં અપલોડ કરી રહ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયામાં આવી ચેલેન્જ તમને મોંઘી પડી શકે છે. હાલ સાયબર ક્રાઈમે જણાવ્યું છે કે લોકોએ પોસ્ટ પર મુકેલા ફોટો મોર્ફ થવાનો ખતરો ઉભો થયો છે. ફોટો મોર્ફ કરીને છેતરપિંડી આચરી શકાય છે. સાયબર ક્રિમીનલ તેનો ગેરફાયદો ઉઠાવી શકે છે. લોકોને સતર્ક રહેવા પણ પોલીસે અપીલ કરી છે.

આવા ફોટાનું મોર્ફીંગ થવાના કારણે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમના બનાવો બને છે. ફેસબુકમાં આ પ્રકારની કોઈપણ ચેલેન્જના નામે ભ્રમિત થઈને કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટા અપલોડ કરવા નહીં જોઈએ. જો અપલોડ કરેલા હોય તો તાત્કાલિક ડિલીટ કરી દેવા સાયબર સલામતીના નિયમોને સંપૂર્ણપણે જાણ્યા સમજ્યા વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી અવશ્ય સાયબર ક્રાઈમનો ભોગ બની જવાશે તેવી લાલબત્તી પણ પોલીસે બતાવી છે અને સતર્ક સાવચેત રહેવા સૂચવ્યું છે. જો કે, છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલો આ ટ્રેન્ડ હવે ખુબ આગળ નીકળી ગયો છે. આવા સંજોગોમાં પોતાના પરિવારના ફોટો ડિલીટ કરવાની આવશ્યકતા પણ છે અન્યથા ગમે તે વ્યક્તિ આ પ્રકારના ફોટા મોર્ફ કરીને તેનો ઉપયોગ કરી શકે છે.