Page Views: 7420

રિંગરોડ વખારિયા ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં આગ

શોટ સર્કિટને કારણે સિન્થેટીક કાપડનો વિશાળ જથ્થો બળીને રાખ થયો- ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

સુરત-25-9-2020

સુરત શહેરના રિંગરોડ પર આવેલી વખારિયા ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી એક કાપડની દુકાનમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ગઇ રાત્રીના સમયે લાગેલી આગનું કારણ ફાયર બ્રીગેડની પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, લાશ્કરો દ્વારા સતત ચારથી પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો ત્યાર પછી આગ પર કાબુ મેળવવામાં તેમને સફળતા મળી હતી. ઉપરાંત આગ પાણીને કારણે દુકાનમાં રહેલો ગ્રે કાપડનો તેમજ ફિનિશ્ડ ફેબ્રીક્સના મોટા જથ્થાને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સદ નસીબે રાતનો સમય હોવાને કારણે માર્કેટમાં લોકોની અવર જવર ઓછી હતી અને તેના કારણે લાશ્કરોને પણ કામગીરીમાં સરળતા રહી હતી.