Page Views: 8604

ગદાર ફારૂક અબ્દુલાએ નવો કાશ્મીર રાગ આલાપ્યો- કાશ્મીરીઓ ચીન સાથે રહેવા માંગે છે

ભારતીય હોવાનો અહેસાસ પણ ન થતો હોવાનું પણ કહ્યું ફારૂક અબ્દુલ્લાએ

જમ્મુ કાશ્મીર-25-9-2020

કોંગ્રેસના માનસપુત્ર અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુકેલા ફારૂક અબ્દુલાના નિવેદનથી તેની માનસિકતા છતી થઇ ગઇ છે. તમામ હદ વટાવીને વાણી વિલાસ કરતા ગદાર ફારૂક અબ્દુલ્લાએ ફરી ઝેર ઓક્યુ છે અને પોતે ભારતીય હોવાનો અહેસાસ ન થતો હોવાનું કહીને કાશ્મીરીઓ ચીનમાં સામેલ થવા માંગતા હોવાનું હાંસ્યાસ્પદ નિવેદન આપ્યુ છે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબદુલ્લાએ એક મુલાકાતમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા કાશ્મીરના લોકોની ઉપેક્ષા કરવામાં આવે છે. તેમને પોતે ભારતીય હોવાનો અહેસાસ થતો નથી. કાશ્મીરીઓ સાથે બીજા ગ્રેડના નાગરિકો હોય તેવું વર્તન કરવામાં આવે છે. તેઓ પોતાને ભારતીય તરીકે ઓળખાવવા ઇચ્છતા નથી તેઓ ચીનની સત્તા નીચે જીવવા માગે છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો કોઈ કાશ્મીરી પોતાની જાતને સરકાર સમક્ષ ભારતીય તરીકે ઓળખાવશે તો મને આનંદ થશે. જો અમે અસ્તિત્વ ટકાવી શકીશું કે જીવતા રહીશું તો અમને આનંદ થશે.કાશ્મીરીઓ સાથે ગુલામો જેવું વર્તન કરાય છે. કેન્દ્ર સરકાર દાવો કરે છે કે કાશ્મીરીઓએ કલમ ૩૭૦ની નાબૂદી સ્વીકારી છે તે વાત ખોટી છે. જો કાશ્મીરમાંથી લશ્કર હટાવી લેવાય તો કલમ ૩૭૦નો વિરોધ કરવા તમામ કાશ્મીરીઓ શેરીઓમાં ઉતરી પડે તેમ છે. આજકાલ ચીન ઘણા ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યો છે. જો કોઈને તમે પૂછશો તો મોટાભાગના લોકો ચીનની સત્તા નીચે રહેવાનું વધારે પસંદ કરશે. આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે અને તેમની સામે ફરી કાર્યવાહી પણ થવાની સંભાવના છે.