Page Views: 35001

સાંસદ સી આર પાટીલે પાલિકામાં આસી. ઇજનેરની ભરતી સામે સવાલો ઉઠાવ્યાતા એ સાચા પડ્યા હોય એવુ ચિત્ર ઉપસ્યુઃ અસલમ સાયકલવાલા

આજે જાહેર થયેલી યાદીમાં એક જ કાસ્ટના ઉમેદવારોને સેટીંગ કરીને ગોઠવી દેવાયા હોય એવુ લાગે છે- બીજી તરફ કોંગ્રેસ પણ હવે આક્રમક મુડમાં- સંભવતઃ આ નિર્ણય સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

સુરત-24-9-2020

એક વર્ષ પહેલા સુરત મહાનગર પાલિકામાં આસીસ્ટન્ટ ઇજનેરની ભરતીની જાહેરાત આવી હતી. તેમજ જે તે સમયે નવસારીના સાંસદ સી આર પાટીલે આ ભરતી પ્રક્રિયાની પારદર્શકતા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ પત્ર લખ્યો હતો. સી આર પાટીલની આ આશંકા સાચી ઠરી હોય એવુ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું છે. અસલમ સાયકલવાલાના જણાવ્યા પ્રમાણે આજે આસીસ્ટન્ટ ઇજનેરના જે ઉમેદવારોની પસંદગી થઇ છે તેની યાદી જાહેર થઇ છે અને તેમાં જનરલ કેટેગરીમાં આવતા એક જ જ્ઞાતિના 98 ટકા જેટલા ઉમેદવારોના નામ જોવા મળી રહ્યા છે. જેના કારણે કંઇક રંધાઇ રહ્યું હોવાની સી આર પાટીલ દ્વારા જે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી ઠરી હોય એવુ લાગી રહ્યું છે. કોંગ્રેસ આ મામલે પ્રજાની વચ્ચે જશે તેમજ સ્થાનિક અને પ્રદેશ કક્ષાએ અગ્રણીઓ સાથે ચર્ચા કરીને સમગ્ર બાબતને હાઇકોર્ટમાં લઇ જતા પણ ખચકાશે નહીં.

શું કહ્યું કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ...

સાંસદ સી આર પાટીલે  11 મહિના પહેલા આસી. ઈજનેરની વિવાદસ્પદ ભરતીમાં જાહેરમાં લેખિત ફરિયાદ કરી વિવાદનું વંટોળ ઉભું કરેલ. પરંતુ સાંસદ પ્રદેશ પ્રમુખ બન્યા પછી જાણે "ઘી ના ઠામ માં ઘી પડી ગયું"  હોય એ કહેવતને સાર્થક કરતા હોય એમ ભરતીમાં થયેલ નિમણુંક પછી "મૌન" ધારણ કરીને કેમ બેઠા છે.

કહેવાય છે કે,આસી.ઈજનેર ભરતીની લિસ્ટને GTU (ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી)માં આખરી ઓપ અપાયું.શક્ય છે ભાજપા શાસનમાં એ GTU માં પણ VNSGU માં સતત વિવાદોમાં રહેનાર પૂર્વ કુલપતિશ્રી ડો. શિવેન્દ્ર ગુપ્તા જેવા મહારથી કુલપતિ પદે હોઈ શકે અથવા તો પછી ક્યાંકને ક્યાંક સુરત મહાનગરપાલિકાના મેયર ડો. જગદીશભાઈ પટેલનું સર્વસ્વ વર્ચસ્વ પ્રસ્થાપિત થયું હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જે હશે તે આ બાબતને કોંગ્રેસ લોકોની વચ્ચે લઇ જશે અને જો કંઇ પણ રંધાયાની શક્યતા હશે તો પ્રદેશ અને સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરીને કોંગ્રેસ હાઇકોર્ટમાં જતા પણ ખચકાશે નહીં.