Page Views: 11633

ખાનગી શાળાઓના ફી માફી મામલે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ કર્યો

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારની બેધારી નીતિ પર પ્રહારો કર્યો

ગાંધીનગર-24-9-2020

કોરોના મહામારીના કારણે કામધંધાઓ બંધ થતા મોટાભાગે વાલીઓની હાલત કફોડી બની છે. ત્યારે આવી પરિસ્થિતિમાં શાળા સંચાલકો દ્વારા ફીને લઈ દબાણ થતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. જે કારણે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં ખાનગી સ્કૂલોમાં ફી માફીનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા ફી મુદ્દે યોગ્ય જવાબ ના આપ્યો હોવાની વાત કહી કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસે ખાનગી સ્કૂલોમાં ફી માફીનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા યોગ્ય જવાબ ન મળતા ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસે સ્કૂલ ફી માફીની માગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાતમાં સ્કૂલ ફી માફિયા બેફામ થયા છે. તેમણે કહ્યું કે 1.51 કરોડ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ધાનાણીએ સરકારની નીતિ અને વલણ સામે સવાલ ઉભા કરતા કહ્યું કે સરકારે જવાબ આપવા નનૈયો ભણ્યો છે. ઉપરાંત ધાનાણીએ ફી માફ નહીં કરે તો આંદોલન કરીશું એવી પણ જાહેરાત કરી છે.