Page Views: 15487

ONGC ના ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ- ત્રણ વ્યક્તિ લાપતા થયાની વાત

ઓએનજીસીન કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા- ચાર કલાક બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી

સુરત-24-9-2020

હજીરા વિસ્તાર ખાતે આવેલી ONGC ના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે ત્રણ વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટના ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો. ગેસ લિકેઝના કારણે વહેલી સવારે ત્રણ વિસ્ફોટ થયા હતા. આ ધડાકાથી આગ લાગી ગઈ હતી. સાથે જ આસપાસના ગામવાસીઓ સાથે  સુરત શહેરમાં અંદાજે 20 કિલો મીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. નજીકના ગામોના લોકો  ઘર બહાર નીકળી ગયા હતાં. ગેસ ટર્મિનલમાંથી સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. ત્રણ વ્યક્તિ લાપતા થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉભરાટ પાસે ગેસ લાઈનનો વાલ્વ બંધ કરી દેવાતા અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ સળગી જતાં આગ પર કાબૂ મેળવાયો છે. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇ વેના રસ્તાઓ બંધ કરાયા હતા. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગેસ ટર્મિનલમાં આગ લાગ્યા બાદ અને પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાંથી એક સિક્યોરિટી ગાર્ડ અને બે શ્રમિકોમાં લાઈનમેન સહિતના હોવાનું કહેવાય છે. જો કે આ વાતને સત્તાવાર કોઇ સમર્થન મળતું નથી.  ONGCના આ પ્લાન્ટમાંથી થતો ગેસ સપ્લાય હજીરાની ફર્ટિલાઈઝર કંપની, પાવર અને પેટ્રોલિયમ કંપનીઓ, સીએનજી ઉત્પાદક કંપનીઓ, સિરામિક કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ભારતનાં છ રાજ્યોમાં આ ગેસ પાઈપલાઈન જાય છે, જેને કારણે આગથી ONGC કંપનીને અબજો રૂપિયાનો પ્રોડક્શન લોસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ મામલે સત્તાવાર રીતે કોઇ સમર્થન આપવામાં આવ્યુ નથી પરંતુ નુકસાની અબજો રૂપિયાની થઇ છે એ વાત ચોક્કસ છે. સુરત ongc માં ટર્મિનલ 1 અને 2 માં આગ લાગી છે

ઉભરાટ નજીક વાલ્વ બંધ કરી સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી- ધવલ પટેલ- જિલ્લા ક્લેકટર

સુરત ongc માં કુલ 24 ટર્મિનલ છે  1 અને 2 બે ટર્મિનલ માં બોમ્બે હાઇ ગેસ માંથી ક્રૂડ ઓઇલ આવે છે. બોમ્બે હાઇ ગેસ થી સુરત સુધી ની 240 કિમિ લાંબી પાઇપ લાઈન છે. Ongc ની આ પાઇપ લાઈન કોસ્ટલ ગેસ પાઇપલાઇન તરીકે પણ ઓળખાય છે. બોમ્બે હાઇ ગેસ થી સુરત સુધી દરિયા કિનારે આ પાઇપ લાઈન નાખવામાં આવી છે. બોમ્બે હાઇ ગેસ થી સુરત ongc સુધી ની  પાઇપ લાઈન માં ઉભરાટ નજીક વાલ્વ છે સુરત ongc ની દુર્ઘટના બાદ ઉભરાટ ખાતે નો વાલ્વ બંધ કરાયો હતો.

જો કે ઉભરાટ થી સુરત ongc સુધીની આશરે 15 કિમિ પાઇપ લાઈન માં જે ગેસ હશે તેને ફ્લેમ ટાવર થી બળી મુકવામાં આવશેહાલ માં ટર્મિનલ 1 અને 2 માં સ્થિતિ કાબુમાં છે.