Page Views: 10818

ડ્રગ્સ કનેકશન મામલે દીપિકા, શ્રધ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત સાતને એનસીબીએ સમન્સ પાઠવ્યું

બોલિવુડની અભિનેત્રીઓની અન્ય કારનામા પણ સામે આવવાની સંભાવના

મુંબઇ-23-9-2020

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવુડના ડ્રગ્ઝ કનેક્શનમાં ઘણાં મોટા નામ સામે આવ્યા છે અને આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની સંભાવનાઓ છે ત્યારે  બોલીવુડની ટોચની  અભિનેત્રી દીપિકા પદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુરને અને અન્ય અભિનેત્રીઓ સહિત 7ને સમન્સ મોકલ્યું છે.

આ સ્ટાર્સના વિરુદ્ધ ડ્રગ્ઝના પુરાવા મળ્યા છે. જેના સંબંધમાં પુછપરછ કરવામાં આવશે. NCB તરફથી હાલ સાત લોકોને સમન્સ મોકલવામાં આવ્યું છે. આ સ્ટાર્સ સહિત જેમના નામ ડ્રગ્ઝ કનેક્શનમાં સામે આવ્યા છે તેમની NCB પુછપરછ માટે સમન્સ મોકલી રહી છે. તેમની ત્રણ-ચાર દિવસની અંદર પુછપરછ કરવામાં આવી શકે છે. દીપિકા પદુકોણના ચેટમાં ખુલાસો થયો હતો જેમાં અભિનેત્રી પર આરોપ લાગ્યો હતો કે તે ડ્રગ્ઝ માંગી રહી હતી. એક કંપનીમાં કામ કરતી કરિશ્મા સાથે તે વાત કરી રહી હતી. હાલ અભિનેત્રી દીપિકા પદુકોણ ગોવામાં હોવાનું જાણવા મળ્યું છે. તેમની જેની સાથે ચેટ થઈ રહી હતી તે કરિશ્મા પણ કોઈ કામ અર્થે ગોવામાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સારા અલી ખાન પણ હાલ પોતાની માતા સાથે ગોવામાં જ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ સંજોગોમાં બોલિવુડની બ્લેક સાઇડનો બિહામણો ચહેરો સામે આવવાની સંભાવનાઓ જોવાઇ રહી છે અને માયાનગરી મુંબઇની ડ્રગ્સ પેડલર સહિતના કેટલાયના નામ ખુલશે એવી શક્યતા છે.