Page Views: 5923

વિદેશથી આવેલા પુત્રની હત્યા કરનાર પિતાની જામીન અરજી કોર્ટે ફગાવી

રાણી તળાવ ખાતે આરોપી અબ્દુલ હમીદ મણીયારે પોતાના પુત્ર ઇમરાન પાસે રૂપિયા માંગ્યા હતા બાદમાં માથાકુટ થતા પિતાએ પુત્રને રહેંસી નાંખ્યો હતો

સુરત-22-9-2020

શહેરના રાણીતળાવ ખાતે રહેતા આરોપી અબ્દુલ હમીદ મણીયારનો પુત્ર ઇમરાન વિદેશથી સુરતમાં પોતાના ઘરે આવ્યો હતો. ત્યાર બાદ લોક ડાઉન આવી જતા તે ફસાઇ ગયો હતો. અબ્દુલ હમીદ મણીયારે પુત્ર ઇમરાન પાસે ઘરનું રિનોએશન કરાવવા માટે રૂપિયા એક લાખ 80 હજારની માંગણી કરી હતી.  પરંતુ ઇમરાને તેના પિતાને એવુ કહ્યું હતું કે, પહેલા બહારનું દેવુ છે એ ચુકવી દેવુ છે પછી રીનોએશન કરાવીશુ જેથી અબ્લુલ હમીદ ઉશ્કેરાયો હતો અને તેણે પોતાના પુત્રને છરીના ઘા ઝીંકી દીધા હતા જેથી ઇમરાનનું મોત થયું હતું. પોલીસે અબ્લુદ હમીદની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. પોલીસે અબ્દુલ હમીદને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં જામીન મુક્ત થવા અબ્દુલ હમીદે અરજી કરી હતી. સરકારી વકીલ કિશોર રેવલિયાની દલીલો અને રોક્રડ પરના પુરાવાઓને ધ્યાનમાં લઇને કોર્ટે અબ્દુલ હમીદની જામીન અરજી નામંજૂર કરી હતી.