Page Views: 15460

સુરતની હાલત વુહાન કરતા પણ ખરાબ- આજે કોરોનાના નવા 298 કેસ નોંધાયા- કુલ મરણઆંક 900ને પાર થયો

શહેર જિલ્લામાં 284 દર્દીઓ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યા

સુરત-22-9-2020

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તે જોતા સુરત શહેર જિલ્લાની હાલત ચીનના વુહાન કરતા પણ ખરાબ થઇ રહી હોય એવુ લાગી રહ્યું છે. ખાસ કરીને શહેર બાદ હવે જિલ્લામાં પણ કોરોનાનો ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે જો કે, મરણાંક છેલ્લા કેટલાક દિવસોમાં નિયંત્રણમાં આવ્યો છે તેમ છતા પણ ચિંતા જનક સ્થિતિ બની રહી છે એવુ ચોક્કસ કહી શકાય.

આજે સુરત શહેરમાં કોરોનાના 179  દર્દીઓ નોંધાયા છે જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના નવા 119 દર્દીઓ નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા આજે સાંજ સુધીમાં   26 હજાર 820 ઉપર પહોંચી ગઇ  છે, જયારે આજે 3 વ્યક્તિના  કોરોનાથી મોત થવા સાથે અત્યાર સુધીનો કોરોનાનો કુલ મરણ આંક 901 ઉપર પહોંચી ગયો છે. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચોવિસ કલાક દરમ્યાન  284  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફરવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 23 હજાર 415 ઉપર પહોંચી છે જેમાં ગ્રામીય વિસ્તારના એટલે કે સુરત જિલ્લાના 5466  દર્દીઓનો પણ સમાવેશ થાય છે.
સુરતમાં ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા
 સુરત શહેર અને જિલ્લામાં આજે ઝોન પ્રમાણે કોરોનાના કેસ આ પ્રમાણે નોંધાયા છે. સેન્ટ્રલ ઝોનમાં 14 , વરાછા એ ઝોનમાં 17, વરાછા બી ઝોનમાં  19,  રાંદેર ઝોનમાં 30,  કતારગામ ઝોનમાં 29, લિંબાયત ઝોનમાં 14, ઉધના ઝોનમાં 13 અને અઠવા ઝોનમાં 43 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સુરત જિલ્લામાં  ચોર્યાસી 22 ઓલપાડ 04 કામરેજ 30 ,  પલસાણા 18 બારડોલી 9 ,મહુવા 3 માંડવી 12 અને માંગરોળ 19 અને ઉમરપાડા 2  કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.