Page Views: 7761

ડુમસ રોડ પરથી રૂપિયા એક કરોડના એમ ડી ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો

રેવ પાર્ટીમાં ડિલીવરી કરવા જતો હોવાની આશંકાને આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી

સુરત-22-9-2020

સુરત શહેરમાં ડ્રગ્સ માફીયાઓનું નેટવર્ક ઝડપથી પ્રસરી રહ્યુ હોય એવુ લાગી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી નવનિયુક્ત પોલીસ કમિશનરની સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રાઇવ યોજીને બાતમીદારોના નેટવર્કને કાર્યરત કરતા ડ્રગ્સ કુરીયરો પોલીસના સકંજામાં આવી રહ્યા છે. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના ડુમસ રોડ પરથી એક યુવાનને રૂપિયા એક કરોડની કિંમતના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવવાની સંભાવના છે કે, આ યુવાન ડુમસ વિસ્તારમાં કોઇ રેવ પાર્ટીમાં આ ડ્રગ્સ સપ્લાય કરવા જઇ રહ્યો હતો. પોલીસે આ યુવાનની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે તેમજ તેને એમ ડી ડ્રગ્સનો જથ્થો કોણે આપ્યો હતો એ સિવાયની તમામ વિગતો તપાસવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સુરત પોલીસને સ્પેશ્યલ ડ્રાઇવમાં મોટા પ્રમાણમાં શહેરમાંથી ડ્રગ્સનો જથ્થો હાથ લાગી રહ્યો છે ઉધના તેમજ ખટોદરા પોલીસે એક લાખના ડ્રગ્સ સાથે એખ યુવાનને ઝડપ્યો હતો ત્યાર બાદ આ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચે પાર પાડીને યુવાનને રૂપિયા એક કરોડના એમ ડી ડ્રગ્સ સાથે ઝબ્બે કર્યો છે.