Page Views: 3346

સુરત શહેર જિલ્લામાં કોરોના વિસ્ફોટ એક સાથે 290 કેસ નોંધાયા

ત્રણ વ્યક્તિના મોત સાથે કુલ મરણાંક 898 ઉપર પહોંચ્યો

સુરત-21-9-2020

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે વધી રહ્યું છે. આજે સુરત શહેરમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં એટલે જિલ્લામાં આજે કુલ 111 દર્દી નોંધાવા સાથે કુલ દર્દીની સંખ્યા 26 હજાર 454 પર પહોંચી ગઇ  છે, આજે કોરોનાને કારણે ત્રણ વ્યક્તિના કોરોનાથી મોત થવા સાથે કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની કુલ સંખ્યા  898 પર પહોંચી ગયો છે.  બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં  આજે 279  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
શહેરના ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા ?
 
આજે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 08 , વરાછા એ ઝોનમાં 16. વરાછા બી ઝોનમાં  16  રાંદેર ઝોનમાં 28,  કતારગામ ઝોનમાં 29, લિંબાયત ઝોનમાં 14, ઉધના ઝોનમાં 10 અને અઠવા ઝોનમાં 58 કેસ નોંધાયા છે.  બીજી તરફ આજે સુરત  જિલ્લામાં  ચોર્યાસી 20 ઓલપાડ 20 કામરેજ 24 ,  પલસાણા 11 બારડોલી 29 ,મહુવા 2 માંડવી 2 અને માંગરોળ 2 અને ઉમરપાડા કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવ્યા છે.