Page Views: 18714

ધનવંતરી ફાર્મસી કોલેજમાં 15 વર્ષમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ટેકનિકલ અભ્યા પૂર્ણ કર્યો

શિક્ષણ ક્ષેત્રમાં કોલેજને અનેક એવોર્ડ મળ્યા છે અને અત્યાર સુધીમાં છ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવા સાથે મેડીકલ રિસર્ચના અનેક કાર્યક્રમો હાલમાં પણ ચાલુ છે

સુરત-19-9-2020

મેડીકલ ફાર્મસીના શિક્ષણ ક્ષેત્રમાં શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજ એક જાણીતું નામ છે. સુરત જિલ્લાના કીમ સ્ટેશન નજીક આવેલી આ કોલેજની શરૂઆત AICTE તેમજ PCIની માન્યતા પ્રાપ્ત કરીને 100 વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવી હતી. જે આજે ફાર્મસીના શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું આગવુ સ્થાન ધરાવે છે. વર્ષ 2005થી અત્યાર સુધીના 15 વર્ષનમાં બે હજારથી વધારે વિદ્યાર્થીને ફાર્મસીના શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપીને તેમને ટેકનિકલ નોલેજથી પારંગત કર્યા છે. આજે આ કોલેજના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં જઇને ફાર્માસીસ્ટ તેમજ રિસર્ચને લગતા કાર્ય કરી રહ્યા છે.

ધનવંતરી ફાર્મસી કોલેજનેવર્ષ 2020માં ARIIA ( Atal Ranking of Institution on Invoation Achievement Award)માં  ટોપ 26-50માં સ્થાન મળ્યુ છે. વર્ષ 2019માં  AICTE, દ્વારા કોલેજને “Clean & Smart Campus” એવોર્ડ તથા વર્મ 2018માં Integrated Chamber of Commerce & Industry દ્વારા “Best Pharmacy College In Gujarat” નો એવોર્ડ  એનાયત થયો છે. વર્ષ  2018માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં NBA Accreditation માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથર્ કોલેજ છે. આ ઉપરાંત DSIR– SIROની માન્યતા મેળવનારી પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે.

કોલેજમાં  6 international Conference અને 2 national conferenceનું  આયોજન કર્યુ  છે જેમાં દેશ વિદેશના  વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. કોલેજે દેશ વિદેશની  કોલેજો સાથે Student Exchangeમાટેના  MOUપણ  કરેલ છે. જેમ કે,  kwaza Natal University, South Africa, University of Ulsan - South Korea, Texas State University –USA વગેરે. કોલેજના પ્રિન્સીપાલ ડો. આર. એન. નૂલ્વી અને પ્રોફેસરોને AICTE, BRNS, GUJCOST દ્વારા Industrial તેમજ  Clinical Research માટે રૂપિયા બે કરોડની ગ્રાન્ટ મેળવેલી  જેનો લાભ પ્રત્યક્ષ તેર્જ પરોક્ષ રીતે કોલેજના વિદ્યાર્થીઓને  થાય છે.

ઉલ્લેખનિય છે કે શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધનવંતરી કેમ્પસમાં શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજમાં  AICTE અને PCI  માન્ય બી ફાર્મ, એમ ફાર્મ, ફાર્મ  ડી (ડોક્ટરેટ ઓફ ફાર્મસી ) તેમજ પી એચડી શ્રી ધનવંતરી કોલેજ ઓફ ડિપ્લોમા એન્જીનિયરીંગ, શ્રી ધનવંતરી કોલેજ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ, શ્રી ધનવંતરી ફાર્માસ્યુટીલ એનાલીસીસ એન્ડ રીસર્ચ સેન્ટર તેમજ શ્રી ધનવંતરી ઇન્ટરનેશનલ સ્કૂલ સફળતા પૂર્વક કાર્યરત છે.