Page Views: 5040

ક્યારે અટકશે કોરોના- આજે પણ શહેર જિલ્લામાં 275 કેસ નોંધાયા

પાંચ વ્યક્તિના મોત સાથે કોરોનાથી મોતનો આંકડો 892 ઉપર પહોંચ્યો

સુરત-19-9-2020

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને તંત્રને શું કરવું તે અંગે કોઇ ગતાગમ પડતી હોય એવું લાગતું નથી.  આજે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના નવા  275 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરત શહેરમાં કોરોનાના 168 જયારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 107 દર્દી સાથે આજે સાંજ સુધીમાં કુલ 275 દર્દીઓ નોંધાયા છે અને કોરોનાના અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા  25 હજાર 957 પર પહોંચી ગઇ છે.  આજે 5 વ્યક્તિના કોરોનાથી મોત થવા સાથે કોરોનાથી કુલ મરણ પામેલા દર્દીઓનો  આંક 892 ઉપર પહોંચ્યો છે. આજે શનિવારના રોજ સાંજ સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં 266  દર્દી કોરોનાને પરાજય આપવામાં સફળ રહેતા આ તમામને હોસ્પિટલોના બિછાના પરથી રજા આપવામાં આવી છે.

સુરત શહેરમાં ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા

આજે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 12 , વરાછા એ ઝોનમાં 21. વરાછા બી ઝોનમાં  15,  રાંદેર ઝોનમાં 25,  કતારગામ ઝોનમાં 22, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 16 અને અઠવા ઝોનમાં 40 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં રાંદેર અને વરાછા એ તેમજ બી ઝોન અને અઠવા ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાનું ફલિત થઇ રહ્યું છે.
સુરત  જિલ્લામાં  ચોર્યાસી 14 ઓલપાડ 14 કામરેજ 17 ,  પલસાણા 19 બારડોલી 13 ,મહુવા 3 માંડવી 7 અને માંગરોળ 7 અને ઉમરપાડા 13  કેસ નોંધાયા છે.