Page Views: 5675

શહેરમાં બપોર બાદ વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી

સમી સાંજે ફરી અસહ્ય ઉકળાટથી શહેરીજનો પરેશાન

સુરત-19-9-2020

સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાદળા છવાવા સાથે અસહ્ય ઉકળાટ અને ગરમીની અનુભુતી થતી હતી. પરંતુ આજે સવારથી શહેરના આકાશે વાદળા છવાયા હતા. તેમજ બપોર બાદ શહેરના અમરોલી, કતારગામ, વરાછા, એ કે રોડ, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, ઉધના, પાંડેસરા, કોટ વિસ્તાર, રાંદેર, અડાજણ અને પાલમાં જોરદાર વરસાદી ઝાપટાનો દૌર શરૂ થયો હતો. એકા એક વરસાદ તુટી પડતા શહેરના હવામાનમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોએ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મેળવ્યો હતો.જો કે, બપોર બાદ સાંજે પાંચ વાગ્યાથી શહેરમાં ફરી વખત વાદળા વિખરાયા હતા અને લોકોને ફરી વખત ગરમીમાં શેકાવાનો વખત આવ્યો હતો. હાલમાં પણ શહેરના આકાશે છુટા છવાયા વાદળા છવાયેલા જોવા મળી રહ્યા છે અને હજુ પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. શહેરનું આજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી જેટલું રહ્યું હતું.