Page Views: 9992

લોન ધારકને એમ.એસ.એમ.ઇ. રિસ્ટ્રકચરીંગનો લાભ માત્ર એક જ વખત મળી શકેઃ સી એ ગોપાલ ધકાણ

ચેમ્બર દ્વારા ‘હાઉ ટુ રિસ્ટ્રકચર એમ.એસ.એમ.ઇ. એન્ડ અધર લોન્સ?’ વિશે વેબિનાર યોજાયો

સુરત. 18-9-2020

ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારતા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ હાઉ ટુ રિસ્ટ્રકચર એમ.એસ.એમ.ઇ. એન્ડ અધર લોન્સ?’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગોપાલ પી. ધકાણે આર.બી.આઇ.ના ૬ ઓગષ્ટ ર૦ર૦ના સકર્યુલરના સંદર્ભમાં બેન્કો દ્વારા લોનધારકને રિસ્ટ્રકચરીંગ તેમજ રિઝોલ્યુશન પ્લાનનો લાભ કઇ રીતે મળી શકે તેની વિસ્તૃત સમજણ આપી હતી. સીએ ગોપાલ ધકાણે જણાવ્યું હતું કેવર્ષ ર૦૧૮થી ર૦ર૦ દરમિયાન ચારથી પાંચ વખત આર.બી.આઇ.ના સકર્યુલર જાહેર થયા છે પરંતુ લોન ધારકને એમ.એસ.એમ.ઇ. રિસ્ટ્રકચરીંગનો લાભ માત્ર એક જ વખત  મળી શકે છે. લોનધારકની રૂપિયા રપ કરોડથી ઓછી લોન હોય તો જ એમ.એસ.એમ.ઇ. રિસ્ટ્રકચરીંગનો લાભ લઇ શકાય છે. આ સંદર્ભમાં બેન્કોએ પાંચ ટકા પ્રોવિઝન કરવાનું હોય છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કેરિઝોલ્યુશન પ્લાનમાં પર્સનલ અને તે સિવાયના લોનધારક તેનો લાભ લઇ શકે છે. પર્સનલ લોનમાં સામાન્ય પણે બેન્કો દ્વારા આપવામાં આવતી રીટેલ લોનનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં બેન્કોએ દસ ટકા પ્રોવિઝન કરવાનું હોય છે. રિઝોલ્યુશનના પ્લાન બાબતે બેન્કો દ્વારા લોનધારકને મોરેટોરિયમ માટે વધુમાં વધુ બે વર્ષનો સમયગાળો આપવામાં આવશે. તેમણે વધુમાં કહયું કે, બેન્કો દ્વારા પર્સનલ લોનનું અમલીકરણ તા. ૩૧ માર્ચ ર૦ર૧ સુધીમાં કરવાનું રહેશે. જ્યારે તે સિવાયની અન્ય લોનમાં તા. ર૯ જૂન ર૦ર૧ સુધીમાં અમલીકરણ કરવાનું રહેશે.

ચેમ્બરની મેનેજિંગ કમિટિના સભ્ય મનીષ કાપડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ડો. જયના ભકતાએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની મેનેજિંગ કમિટિના સભ્ય પરેશ લાઠીયાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા, સુરત બ્રાન્ચના ચેરમેન ઇશ્વર જીવાણીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.