Page Views: 8953

સુરત શહેર જિલ્લામાં આજે પણ 277 કોરોનાના દર્દીઓ નોંધાયા

ચાર વ્યક્તિના મોત સાથે કુલ મરણાંક 887 ઉપર પહોંચ્યો

સુરત-18-9-2020

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે સુરત શહેર જિલ્લામાં વધુ 277 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં  વધારો થયો છે. સુરત શહેરમાં 167 જયારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 110 દર્દીઓ નોંધાવા  સાથે કુલ દર્દીઓની સંખ્યા  25 હજાર 682 પર પહોંચી છે.  આજે 3 વ્યક્તિના  કોરોનાથી મોત થયા છે અને અત્યાર સુધીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા  887 પર પહોંચ્યો છે.  આજે સુરત શહેર અને જિલ્લામાં કુલ 245  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
શહેરમાં ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા
આજે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં  09 , વરાછા એ ઝોનમાં 18, વરાછા બી ઝોનમાં 16,  રાંદેર ઝોનમાં 29,  કતારગામ ઝોનમાં 24, લિંબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 14 અને અઠવા ઝોનમાં 40 કેસ નોંધાયા છે. શહેરમાં સંક્રમણ પર કાબુ મેળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા સાથે બેફિકર થઇને બહાર ફરતા થઇ ગયા છે.
બીજી તરફ  જિલ્લામાં  ચોર્યાસી 12 ઓલપાડ 20 કામરેજ 21 ,  પલસાણા 18 બારડોલી 22 ,મહુવા 5 માંડવી 4 અને માંગરોળ 5 અને ઉમરપાડા કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે.