Page Views: 8722

અમેરિકા જવા માટે વિઝા મેળવવા જુઠ્ઠુ બોલવું ન જોઇએ- ડો.સુધીર શાહ

‘અમેરિકન ઇમિગ્રેશન એન્ડ વિઝા’વિશે વેબિનાર યોજાયો

સુરત.18-9-2020

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારતા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ અમેરિકન ઇમિગ્રેશન એન્ડ વિઝા – મુંઝાશો નહીંઅમેરિકન સ્વપ્નું ત્યજશો નહીં’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે એડવોકેટ એન્ડ નોટરી ડો. સુધીર શાહે અમેરિકા જવા માટે જુદાજુદા પ્રકારના વીઝાઓ ઉપલબ્ધ હોવાનું કહી વીઝા મેળવવા માટે કોઇએ ખોટું કરવું ન જોઇએ તેમજ જુઠ્ઠુ ન બોલવું જોઇએ તેવી સલાહ આપી મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ડો. સુધીર શાહે જણાવ્યું હતું કેઅમેરિકાના વીઝા વિશે ભારતીયોમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં ખુબ જ ગેરસમજ હોય છે. વળીએમાં પણ માર્ચ મહિનાથી લોકડાઉન જાહેર થયું હતું તેના કારણે તો અનેક ભારતીયો કે જે અમેરિકા જવાનો ઇરાદો ધરાવે છે તેઓ તથા અનેક ભારતીયો કે જેમની પાસે ગ્રીનકાર્ડ છેએચ૧બી વીઝા ધરાવે છેઆંતર કંપની ટ્રાન્સફરીંગ એલ૧ વીઝા ધરાવે છે તથા અમેરિકામાં સ્ટુડન્ટ વીઝા ઉપર ભણી રહયાં છે અથવા કોઇ કારણસર થોડા સમય માટે ભારત આવ્યા હોય તેઓ બધા જ મુંઝવણમાં મુકાઇ ગયા છે. જેથી તેમણે ઇમિગ્રન્ટ તેમજ નોન ઇમિગ્રન્ટ વીઝા મેળવવાની લાયકાતો વિશે સમજણ આપી હતી. તેમણે અમેરિકન વીઝા આપવાનું કહીને કેટલાક લેભાગુ તત્વો દ્વારા લોકો સાથે કરવામાં આવતી છેતરપિંડીથી બચવા માટે પણ લોકોને સચેત રહેવા જણાવ્યું હતું તેમજ કેટલાક દાખલા આપીને લોકોને માહિતગાર પણ કર્યા હતા. અમેરિકાએ વર્ષ ૧૯૯૦માં જે ઇબી– પ પ્રોગ્રામ ઘડયો છેજે અંતર્ગત અમેરિકામાં રોકાણ કરતા ગ્રીનકાર્ડ મળે છે એ ઇબી– પ પ્રોગ્રામ વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. જેઓએ ઇબી– પ પ્રોગ્રામમાં રોકાણ કરવું છે પણ પૈસાની ગેરંટી શુંબહુ જ મોટું રોકાણ કરે પણ એના ઉપર વળતર ન મળે તો એનું શુંઆવું વિચારનારા ભારતીયો માટે પણ તેમણે પોતે ઘડેલ એક ખાસ પ્રોગ્રામ ઇબી– પ ગૃપ ઇન્વેસ્ટમેન્ટ’ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. વેબિનારમાં દર્શકો દ્વારા પુછવામાં આવેલા વિવિધ સવાલોના તેમણે સંતોષકારક જવાબો પણ આપ્યા હતા.

ચેમ્બરની મેનેજિંગ કમિટિના સભ્ય નિખિલ મદ્રાસીએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના કન્વીનર બિજલ જરીવાલાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.