Page Views: 7778

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ પણ કોરોના પોઝીટીવ

લાંબા સમયથી બિમાર છે કેશુબાપા

ગાંધીનગર-18-9-2020

રાજ્યના ધારાસભ્યો, સાંસદો અને ભાજપના સંગઠનના અગ્રણીઓ પછી હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા  કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઈ શકી નથી, સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.. જાણવા મળ્યા મુજબ, તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી છે. કેશુભાઇ પટેલની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત હોવાની વાત ભાજપના જ સૂત્રો જણાવી રહ્યા છે.