Page Views: 9353

ત્રીપલ સી ની પરીક્ષા પાસ કરનારા માધ્યમિક વિભાગના શિક્ષકોને મળશે ઉચ્ચતમ પગાર ધોરણ

જો કે રાજ્ય સરકારે શરતો લાગુ જેવી ફુદડી રાખી હોવાથી શિક્ષકોમાં કચવાટ

ગાંધીનગર-18-9-2020

છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે અને આ સરકાર દ્વારા શિક્ષકોથી માંડીને સરકારી કર્મચારીઓનું શોષણ કરવામાં કોઇ વાતે પાછું વાળીને જોવાયું નથી. હવે રાજ્ય સરકારે શિક્ષકોને ઉચ્ચતમ પગાર ધોરણનું ગાજર લટકાવ્યુ છે પરંતુ તેમાં પણ શરતો લાગુ જેવી ફુદડીઓ રાખીને શરતોને આધિન એવી નીતિ રીતી અપનાવી હોવાનું શિક્ષકોનું કહેવું છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ, જણે CCC, CCC + પાસ કરી હોય તેમને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC, CCC + પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC + પાસ પાસ કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિનશૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પગારનો લાભ મળશે. ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને પગારવધારાનો લાભ આપવામાં આવ્યો છે, પરંતુ 1-7-2016થી 31-12-2020 દરમિયાન શિક્ષકોએ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરેલી હોવી ફરજિયાત છે. રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે સરકારે આ નિર્ણય લીધો છે. નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક અને અન્ય કર્મચારીઓ 1-7-2016થી 31-12-2020 દરમિયાન CCC કે CCC +ની કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો તેમને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચ પગારનો લાભ મળશે. જોકે જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31-12-2020 પછી પાસ કરશે તો જે તારીખે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.