Page Views: 9223

શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 262 કેસ નોંધાયા

ચાર દર્દીના મોત સાથે મરણાંક 879 ઉપર પહોંચ્યો

સુરત-16-9-2020
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 262 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સુરત શહેરમાં 155 જયારે ગ્રામીણ વિસ્તારમાં 107 દર્દી સાથે કુલ દર્દીઓની  સંખ્યા  25 હજાર 135 પર પહોંચી ગઇ છે, જયારે આજે 4 વ્યક્તિના  કોરોનાથી મોત થવા સાથે શહેર જિલ્લામાં કોરોનાને કારણે મરનારા દર્દીઓની સંખ્યા  879 પર પહોંચ્યો છે. આજે 274  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા ?
આજે સેન્ટ્રલ ઝોનમાં 10 , વરાછા એ ઝોનમાં 12. વરાછા બી ઝોનમાં 09  રાંદેર ઝોનમાં 24,   કતારગામ ઝોનમાં 19, લીબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 15 અને અઠવા ઝોનમાં કોરોનાના 51 કેસ નોંધાયા છે.
 જિલ્લામાં  ચોર્યાસી 21 ઓલપાડ 19 કામરેજ 14,  પલસાણા 15 બારડોલી 22 ,મહુવા 3 માંડવી 5 અને માંગરોળ 7 અને ઉમરપાડા કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે.