Page Views: 9346

ચેમ્બર દ્વારા શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’નો બીજો દિવસ

ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તથા સંયુકત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરની હાજરીમાં શ્રમિકોને માસ્ક – સેનીટાઇઝરનું વિતરણ

સુરત.16-9-2020

 ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કેતા. ૧પ સપ્ટેમ્બર ર૦ર૦થી શ્રમિક આવકાર સુરક્ષા પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આજ રોજ મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર હેમાલી દેસાઇ તથા સુરત શહેરના સંયુકત પોલીસ કમિશનર પ્રવિણ માલ અને નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ (ઝોન ટુ) ઉપસ્થિત રહયાં હતાં. સાથે જ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયાફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા તથા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ રૂપીન પચ્ચીગર અને અમરનાથ ડોરા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. 

ઉપરોકત મહેમાનોની હાજરીમાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન મારફત સુરત આવેલા શ્રમિકોને આવકારવામાં આવ્યા હતા તથા તેઓને માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવી રહયો છે. આ કાર્યક્રમ આગામી તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૦ સુધી સતત ચાલુ રહેશે. 

આવતીકાલે ગુરુવાર, તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ આ પર્વના ત્રીજા દિવસે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય તથા સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલા, ધારાસભ્ય સંગિતા પાટીલ, ઝેડ.આર.યુ.સી.સી. સભ્ય છોટુ પાટીલ અને ક્રેડાઇ– સુરતના માજી પ્રમુખ તેમજ માજી ચેરમેન વેલજી શેટા ઉપસ્થિત રહેશે.