Page Views: 10223

ધોરણ 9 થી 12 માટે પણ 21 સપ્ટેમ્બર થી શાળાઓ નહીં ખુલે શિક્ષણ મંત્રીની સ્પસ્ટતા

કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી

ગાંધીનગર-16-9-2020

કોરોના મહામારીને કારણે સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યું છે ત્યારે હવે સપ્ટેમ્બર માસની 21મી તારીખથી ધોરણ 9 થી 12 માટે શાળાઓ ખુલવાની હતી તે નહીં ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ખાસ કરીને હવે આ સ્થિતિમાં એવુ લાગી રહ્યું છે કે, રાજ્યમાં દિવાળી પછી જ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ થશે.

ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળકને સ્કૂલે જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે.રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નીગ’ તથા ‘ઓનલાઈન’ શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત રહેશે.પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે આજે ચર્ચા વિચારણા બાદ મીડિયાને માહિતી આપતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશે નહીં. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP અનુસાર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ માટે માતા-પિતાની લેખિત સંમતિ સાથે શાળાએ જઈ શકશે. આ કેન્દ્રની SOPનો અમલ કરવો રાજ્યો માટે મરજીયાત છે તથા રાજ્ય સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આ કેન્દ્રની SOPની અમલવારીનો નિર્ણય કરવાનો રહેશે તેમ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવાયું છે. આ સંજોગોમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોઈ અભ્યાસના માર્ગદર્શન માટે શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.