Page Views: 5118

સુરત શહેર જિલ્લામાં કોરોનાનો કોપ યથાવત- આજે નવા 255 કેસ નોંધાયા

શહેર જિલ્લામાં કોરોનાનો આંકડો 25 હજાર નજીક પહોંચ્યો

સુરત-15-9-2020

લોક ડાઉન બાદ આપવામાં આવેલી છુટછાટ પછી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. દર રોજ સરેરાશ 250થી વધારે કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે અને લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી જેના પગલે સ્થિતિ વધુને વધુ ભયંકર બની રહી હોય એવુ પ્રતિત થઇ રહ્યું છે.

આજે સોમવારના રોજ સુરત શહેર અને જિલ્લામાં વધુ 255 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી  છે. સુરત શહેરમાં આજે 151 જયારે ગ્રામીણ વિસ્તારમાં એટલે કે સુરત જિલ્લામાં 104 દર્દી નોંધાવા સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની  સંખ્યા  24873 ઉપર પહોંચી છે, જયારે આજેએક વ્યક્તિનું મોત થતા  કોરોનાથી મોતનો આંક 875 પર પહોંચ્યો છે, તેવામાં આજે 279  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. જે પૈકી  શહેરમાંથી 166 જ્યારે જિલ્લામાં આજે 113  દર્દીને રજા આપતા, કુલ 279  દર્દીઓ   કોરોનાને માત આપીને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 21532 જેમાં ગ્રામીય વિસ્તારના 4790 દર્દીનો સમાવેશ થાય છે.
સુરત શહેર જિલ્લામાં ક્યા વિસ્તારમાં કેટલા કેસ
આજે સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના 14 , વરાછા એ ઝોનમાં 17. વરાછા બી ઝોનમાં  10,   રાંદેર ઝોનમાં 27,  કતારગામ ઝોનમાં 16, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 11 અને અઠવા ઝોનમાં 45 કેસ નોંધાયા હોવાનું સત્તાવાર રીતે જણાવાઇ રહ્યું છે.
જ્યારે જિલ્લામાં  ચોર્યાસી 34 ઓલપાડ 10 કામરેજ 09,  પલસાણા 10 બારડોલી 20 ,મહુવા 6 માંડવી 0 અને માંગરોળ 15 અને ઉમરપાડા 0  કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહ્યા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.