Page Views: 3504

ચેમ્બર દ્વારા ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણીનો પ્રારંભ

ટ્રેન મારફત સુરત આવતા શ્રમિકોને માસ્ક – સેનીટાઇઝરનું વિતરણ

સુરત. 15-9-2020

ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજથી શ્રમિક આવકાર સુરક્ષા પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની (આઇ.એ.એસ.) અને સુરતના મેયર ડો. જગદીશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયાં હતાં. મહેમાનોની ઉપસ્થિતિમાં સવારે મુઝફફરપુર – અમદાવાદ એકસપ્રેસ તથા બપોરે ગોરખપુર – અમદાવાદ એકસપ્રેસ મારફત સુરત આવેલા શ્રમિકોને આવકારવામાં આવ્યા હતા તથા તેઓને માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કેસુરતમાં કાપડ ઉદ્યોગને પહેલાંની જેમ ફરીથી સંપૂર્ણ ધમધમતો કરવા માટે શ્રમિકોને તેઓના વતનથી સુરત પરત લાવવું અતિ આવશ્યક છે. આથી ચેમ્બર દ્વારા ઓરિસ્સાબિહાર અને ઉત્તર પ્રદેશના શ્રમિકોને સુરત લાવવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. સરકારે ચેમ્બરની રજૂઆતને પગલે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો હતો. આથી ચેમ્બરે પણ સુરત પરત ફરી રહેલા શ્રમિકોને આવકારવા માટે શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણી કરવાનું નકકી કર્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે શ્રમિકોને આવકારી તેઓને માસ્ક તથા સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહયું છે. આગામી ૧૮ સપ્ટેમ્બર ર૦ર૦ સુધી ચાલનારા આ પર્વનું સમગ્ર સંચાલન કમલેશ ગજેરાએ કર્યું છે. ચેમ્બરની સાથે આ પર્વની ઉજવણીમાં ટ્રુ ડ્રગ ચેરિટેબલ ટ્રસ્ટમાંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનસચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપ. સોસાયટી લિમિટેડપાંડેસરા વિવર્સ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડ, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન અને નિરાંત ક્રિએશન પણ સહભાગી સંસ્થા તરીકે જોડાયા છે.