Page Views: 3714

આજે પણ સુરત શહેર જિલ્લામાં કોરોનાના 248 દર્દીઓ નોંધાયા

ચાર વ્યક્તિના મોત સાથે કુલ મરણાંક 874 ઉપર પહોંચ્યો

સુરત-14-9-2020

લોક ડાઉનમાં છુટ આપવામાં આવ્યા બાદ હવે સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે. દર રોજ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સત્તાવાર કેસ 250થી વધારે આવી રહ્યા છે.

 આજે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સુરતમાં 146જયારે ગ્રામીણ વિસ્તારમાં 102 દર્દી સાથે કુલ દર્દીની  સંખ્યા  24 હજાર 618 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે કુલ મરણ આંક 874 પર પહોંચ્યો છે, તેવામાં આજે 236  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 21 હજાર 253 જેમાં ગ્રામીય વિસ્તારના 4 હજાર 677 દર્દી છે.
ક્યા ઝોનમાં કેટલા કેસ
આજે સેન્ટ્રલ ઝોનમાં 06 , વરાછા એ ઝોનમાં 11. વરાછા બીઝોનમાં   03,   રાંદેર ઝોનમાં 31,  કતારગામ ઝોનમાં 12 લિંબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 09 અને અઠવા ઝોનમાં 61 કેસ નોંધાયા છે.