Page Views: 9504

આપણે એકજુટ થઇશું તો ચીન વગર ચીન જેવી મોટી અર્થવ્યવસ્થા ઉભી કરી શકીશું : પ્રવીણ ખંડેલવાલ

ચેમ્બર દ્વારા ‘ચીન વિના ભારત કેવી રીતે ટકી શકશે? એ વિશે મહત્વનો વેબિનાર યોજાયો

સુરત. 14-9-2020

ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ ‘ચીન વિના ભારત કેવી રીતે ટકી શકશે? વિષય ઉપર મહત્વના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વક્‌તા તરીકે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ૮હબયત૯, નવી દિલ્હીના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉદ્યોગપતિઓને ખૂબ જ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કેટ ૮હબયત૯ દ્વારા એના માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વિસ્તૃત માહિતી પણ આપી હતી.

ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ, રિયલ એસ્ટેટ તથા અન્ય ઇન્ડસ્ટ્રીને રો–મટિરિયલ માટે ચાઇના ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. પરંતુ કોવિડ– ૧૯ના સમયમાં સુરતના યુવા ઉદ્યોગ સાહસિકોએ ટેક્ષ્ટાઇલમાં નવા ઇનોવેશન કર્યાં હતા. માસ્ક અને પીપીઇ કીટ બનાવવા માટેનું મશીન જે ચાઇના આશરે રૂપિયા રપ લાખથી દોઢ કરોડ સુધીની કિંમતમાં વેચાણ કરતું હતું. એવા મશીનને સુરતના યુવા ઉદ્યોગ સાહસિકોએ રૂપિયા સાડા ત્રણથી પાંચ લાખમાં બનાવી તેના થકી માસ્ક અને પીપીઇ કીટનું ઉત્પાદન કરી બતાવ્યું છે. સુરતના ઉદ્યોગપતિઓએ ચાઇના વગર પણ ઉત્પાદન કરી શકાય છે તે સાબિત કરી બતાવ્યું છે. પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ચીન વગર આપણે ચીન જેવી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં ઉભી કરી શકીશું. કન્ઝયુમર્સ, સ્મોલ ઇન્ડસ્ટ્રી, મોટી ઇન્ડસ્ટ્રી, લેબર, ટ્રાન્સપોર્ટ તથા ઇકોનોમી સંબંધિત જેટલા પણ સેકટર છે તે તમામ મળીને ભારતમાં મોટી અર્થવ્યવસ્થા ઉભી કરી શકે છે. એના માટે બધાએ એકજુટ થવાની જરૂરિયાત છે. વર્ષ ર૦૦૦માં ભારતના ગ્રાહકોના બિહેવિયરને સમજવાનો પ્રયાસ કરવાના રિપોર્ટને આધારે ચીને લોન્ગ ટર્મ સ્ટ્રેટેજી બનાવી અને તેમાં પંદર વર્ષનો સમયગાળો નકકી કરીને ચીની સામાનનો ડમ્પીંગ યાર્ડ ભારતને બનાવી દઇશું તેમ નકકી કર્યું હતું. તે સમયે ચીનનો એક્ષ્પોર્ટ ભારતમાં એક બિલિયન ડોલરથી ઓછો હતો પણ બીજા જ વર્ષે ચીને ર બિલિયન ડોલરનો સામાન ભારતમાં એક્ષ્પોર્ટ કર્યો હતો. અત્યારે વર્ષ ર૦ર૦માં ચીનનું ભારતમાં ૭૦ બિલિયન ડોલરનું એક્ષ્પોર્ટ છે. 

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૮માં ચીનનું ભારતમાં ૭૮ બિલિયન ડોલરનું એક્ષ્પોર્ટ હતું. વર્ષ ર૦૧પથી ભારતમાં ચીની સામાનના બહિષ્કાર માટે આંદોલન ચલાવવામાં આવી રહયું છે. જેને આધારે ચીનનું ૮ બિલિયન ડોલરનું એક્ષ્પોર્ટ ઓછું થયું છે. બધા મળીને ચીનના એક્ષ્પોર્ટને ભવિષ્યમાં ૭૦માંથી ઘટાડીને ૧૦ બિલિયન ડોલર સુધી લઇ જઇશું. કેટ દ્વારા ડિસેમ્બર ર૦ર૧ સુધી એક લાખ કરોડ રૂપિયાનું ચીનથી એક્ષ્પોર્ટ ઓછું કરીશું તેવું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ચીનથી ભારતમાં આયાત થતી વસ્તુઓનો કેટની ટીમે અભ્યાસ કર્યો હતો. કેટ દ્વારા ચીનથી આયાત થતી વસ્તુઓને અનુક્રમે ફિનીશ્ડ ગુડ્‌સ, રો મટિરયલ, સ્પેરપાર્ટ્‌સ અને ટેકનોલોજી ડ્રિવન ગુડ્‌સ જેવા ચાર વર્ટિકલમાં વહેંચી દેવામાં આવ્યું છે. 

પ્રવીણ ખંડેલવાલે કહયું હતું કે, ભારતમાં જે ચીજવસ્તુઓ બને છે એવી વસ્તુઓને પણ ચાઇનાથી આયાત કરવામાં આવી રહી છે. ચાઇનાની વસ્તુને લોકો સસ્તી ગણે છે પરંતુ તેને ભારતની વસ્તુ સાથે લોકો સરખાવતા નથી. ભારતના સામાનની સામે ગ્રાહકને ડયુરેબિલિટી, ગેરંટી, સર્વિસ અને સ્પેરપાર્ટ્‌સ મળી રહે છે. પરંતુ ચાઇનાની વસ્તુની કોઇ ગેરંટી હોતી નથી. તેમ છતાં લોકો બે–પાંચ રૂપિયા માટે ચાઇનાની વસ્તુ ખરીદે છે. આથી લોકો અને ઉદ્યોગકારોએ પણ પોતાની માનસિકતા બદલવી પડશે. મોટા ભાગે ચાઇનાની વસ્તુઓ પ્રત્યે હવે ગ્રાહકોની માનસિકતા બદલાઇ રહી છે. લોકો હવે ચાઇનાની વસ્તુઓને ખરીદવાની ના પાડી રહયાં છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે હાંકલ કરી છે. એના માટે ગામની બહાર પ૦ એકરનો સ્પેશિયલ ઝોન બનાવવામાં આવે તેવું કેટ ૮હબયત૯ દ્વારા વડાપ્રધાનને સૂચન કરવામાં આવ્યું છે. જેમાં ચાઇનાના સામાનનો વિકલ્પ બનાવવાનો રહેશે અને ત્યાં પેકેજિંગને પણ સ્થાન આપવામાં આવશે. ઉદ્યોગ સાહસિકોને સિન્ગલ વિન્ડો કલીયરન્સ ફેસિલિટી આપવામાં આવે તેવી રજૂઆત કેટ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહયું કે, આ સંદર્ભે સરકાર સાથે વાન્ીત ચાલી રહી છે. કઈ–કઇ જગ્યાએ આવા ઝોન બની શકે તે અંગે અભ્યાસ થઇ રહયો છે. સુરત તથા તેના આસપાસ જો કોઇ જગ્યા હોય તો તેને ઓળખવા માટે તેમણે ચેમ્બરને સૂચન કર્યું હતું. આ સ્કીમ માત્ર સ્મોલ મેન્યુફેકચરર્સ માટે રહેશે. બેંકમાંથી ફાયનાન્સ અને ટેકનોલોજી માટે કેટ દ્વારા મદદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પાસેથી જે કોઇ મદદ અને પોલિસી લાવવી પડશે તેના માટે કેટ તમામ પ્રકારના પ્રયાસ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. 

તેમણે વધુમાં કહયું કે, ચાઇનાથી ભારતમાં આવતા રો મટિરિયલ વિશે પણ રિસર્ચ કરવામાં આવી રહયું છે. ચાઇનાથી આયાત થતું રો મટિરિયલ ભારતમાં પણ બની રહયું છે. પરંતુ જે રો મટિરિયલ ભારતમાં બનતું નથી તેવું રો મટિરિયલ ચાઇનાને બદલે વિયેતનામ, તાઇવાન, કોરિયા તથા અન્ય યુરોપિયન દેશો પાસેથી ખરીદવાની નીતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. એના માટે વિયેતનામ વિગેરે દેશોની સરકારો સાથે વાન્ીત પણ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહયું કે, સ્પેરપાર્ટ્‌સ આયાત કરીને ભારતમાં એસેમ્બલ કરવામાં આવે છે, પરંતુ આવા સ્પેરપાર્ટ્‌સ ભારતમાં પણ ડેવલપ કરવામાં આવે તે દિશામાં કામ કરવામાં આવી રહયું છે. 

પ્રવીણ ખંડેલવાલે વધુમાં કહયું હતું કે, વર્ષ ર૦૧૪માં ભારતમાં માત્ર બે જ મોબાઇલફોનની કંપનીઓ હતી પરંતુ આજે ર૮૦ કંપનીઓ ભારતમાં મોબાઇલ બનાવી રહી છે. હાલમાં ૯૦ ટકા મોબાઇલ ભારતમાં જ બની રહયાં છે. અન્ય ૧૦ ટકા મોબાઇલ જે બહારથી આયાત કરવામાં આવી રહયાં છે તેને પણ ભવિષ્યમાં બંધ કરી દઇશું. જ્યાં ટેકનોલોજીની વાત આવે છે એના માટે પણ ભારતમાં પ્રોડકશન વધારવાના પ્રયાસ થઇ રહયાં છે. તેમણે કહયું કે, હવે તો સુરતમાં જ પીપીઇ કીટ, થર્મામીટર, સેનીટાઇઝર અને માસ્ક મોટા પાયા ઉપર બની રહયાં છે અને એક્ષ્પોર્ટ પણ કરવામાં આવી રહયાં છે. સુરત, મુંબઇ, ઇચ્છલકરંજી અને સાઉથમાં પીપીઇ કીટ બની રહી છે. આ હિન્દુસ્તાનની તાકાત છે અને આખો દેશ એકજુટ થઇ જાય તો ચીન તો શું વિશ્વનો કોઇપણ દેશ ભારતનો મુકાબલો કરી શકશે નહીં. જો કે, આના માટે ઉદ્યોગપતિઓને પણ માનસિકતા બદલવી પડશે. ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ પ્રવિણ ખંડેલવાલને સૂચન કર્યું હતું કે, અન્ય દેશ દ્વારા રિજેકટ કરવામાં આવેલો માલ પણ ભારતમાં આયાત થાય છે ત્યારે આવા માલને આયાત થતો અટકાવવા માટે સરકાર દ્વારા ચોકકસ પોલિસી બનાવવી જોઇએ. 

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધીએ વિયેતનામ, બાંગ્લાદેશ અને કમ્બોડિયાથી ઝીરો ડયુટીથી આયાત થતા માલ ઉપર સેફ ગાર્ડ ડયુટી નાંખવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ શ્રમિકોને સુરત લાવવા માટે વધુ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. વેબિનારમાં ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ કાપડ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગને પડી રહેલી તકલીફમાંથી બહાર લાવવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની માંગ કરી હતી. 

ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના કન્વીનર સંજય ગજીવાલાએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના નેશનલ ચેરમેન મહેન્દ્ર શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે વકતાનો પરિચય આપ્યો હતો. અંતે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી મિતેશ શાહે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.