Page Views: 24512

કોરોનાના પ્રકોપને કારણે રાજ્યમાં દિવાળી સુધી શાળાઓ નહીં ખુલે

દિવાળી પછી પણ પરિસ્થિતિનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે- શિક્ષણ મંત્રી

ગાંધીનગર-14-9-2020

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે રાજ્યમાં શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યું છે. ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે જૂન માસથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ જાય છે પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી શાળા કોલેજો શરૂ થઇ નથી. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ચાલુ શૈક્ષણિક સત્રમાં કોરોનાને કારણે દિવાળી સુધી રાજ્યમાં શાળાઓ શરૂ થશે નહીં, અને દિવાળી પથી પણ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ શાળાઓ ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. હાલમાં સમગ્ર રાજ્યમાં સરકારી તેમજ ખાનગી શાળાઓનું શૈક્ષણિક કાર્ય ઓન લાઇન ચાલી રહ્યું છે. બાળકોને ઓન લાઇન ભણાવવામાં આવી રહ્યા છે અને કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવશે ત્યાર પછી જ શાળાઓ ખોલવામાં આવશે એ હવે સ્પસ્ટ થઇ ગયું છે. બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓ ટુંક સમયમાં શરૂ કરવાના નિર્દેશો અપાયા હતા પરંતુ સ્થિતિ જોતા તે પણ હવે શરૂ થાય એવી સંભાવનાઓ નહીવત છે અને બાળકોએ ફરજીયાતપણે ઓન લાઇન શિક્ષણ જ લેવું પડશે.