Page Views: 5202

ઓરિસ્સાથી કામદારોને સુરત લાવવા ખાસ ટ્રેન શરૂ કરવા બદલ વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા ચેમ્બરની આગેવાનીમાં આભાર વ્યક્ત કરાયો

શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર ઉદ્યોગને લોક ડાઉનના ફેસ બાદ કામદારો પરત આવતા વેગ મળશે

સુરત-12-9-2020

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોક ડાઉનનો આદેશ આપવામાં આવ્યો હતો. વેપાર ધંધા બંધ થઇ જવાને કારણે સુરત શહેરમાંથી લાખો શ્રમિકો પોતાના વતન ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં હિજરત કરીને જતા રહ્યા હતા. હવે લોક ડાઉનમાં છૂટ આપવામાં આવી છે અને વેપાર ધંધા ધીમે દીમે ટ્રેક પર આવી રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખાસ કરીને વીવર્સોને ઓરિસ્સાના કારીગરોની ખાસ આવશ્યકતા રહે છે. આ સ્થિતિમાં ઓરિસ્સાથી કારીગરો પરત સુરત આવે તેના માટે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાની આગેવાનીમાં શહેરના વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા નવસારીના સાંસદ સી આર પાટીલની મધ્યસ્થતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રેલ મંત્રી પિયુષ ગોયલ સહિતના અગ્રણીઓને ઓરિસ્સાથી ખાસ ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વેપાર ઉદ્યોગની સાચી પરિસ્થિતિ અંગે પણ આ તમામને અવગત કરવામાં આવ્યા હતા. આ તમામ સંગઠનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા તકીદે નિર્ણય લઇને સપ્તાહમાં ઓરિસ્સાના પુરીથી સુરત, અમદાવાદ અને ગાંધીધામ સુધીની ત્રણ સ્પેશ્યલ ટ્રેન દાવવાનો નિર્ણય લીધો છે. જેનાથી વતનમાં ગયેલા કારીગરો પરત સુરતમાં આવશે અને વણાટ ઉદ્યોગ સહિતના તમામ વેપાર ઉદ્યોગની સમસ્યા દૂર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રેલ મંત્રિ પિયુષ ગોયલ અને સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલનો વિવિધ સંગઠનો દ્વારા હૃદય પુર્વક આભાર માનવામાં આવ્યો છે.

 

આ સંગઠનો દ્વારા વડા પ્રધાન સહિતના અગ્રણીઓનો આભાર માનવામાં આવ્યો

 

 *ધી  સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- શ્રી દિનેશ નાવડિયા

*ફિઆસ્વી – શ્રી ભરતભાઇ ગાંધી

*ક્રેડાઇ સુરત- શ્રી રવજીભાઇ પટેલ

*સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન-શ્રી જીતુભાઇ વખારિયા  

*પાંડેસરા વિવર્સ કો.ઓ.સો. પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી

*વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો-ઓપ. ફેડરેશનના પ્રમુખ શ્રી દેવેશ પટેલ

*સચિન નોટીફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન મહેન્દ્ર રામોલિયા

*પ્રવાસી ઉડીયા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્ર રાઉત

*માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રી વેલ્ફર એસોસીએશન પ્રમુખ જવાહર ગોંડલિયા

*સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન પ્રમુખ હિંમતભાઇ ભાતિયા

*સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન પ્રમુખ શ્રી સંદિપ દુગ્ગલ