Page Views: 2034

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો છબરડો : વોટ્સએપ પર વાયરલ થયેલું પેપર જ પુછાયું

ધંધુકાની કોલેજના પ્રશ્નપત્ર અને કૉપી-પેસ્ટ કરી યુનિવર્સિટી ને સોંપી દઈપેપર સેટરે વેઠ ઉતારી હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ

સુરત-12-9-2020

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ એમ.કોમ સેમેસ્ટર ૪ની પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષામાં ફાયનાન્સિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટની પરીક્ષાનું પેપર વોટ્સએપ પર વાયરલ થયેલા પેપર જેવું જ પુછાતા વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને પેપર સેટરે વેઠ ઉતારી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોરોનાની મહામારી વચ્ચે લેવામાં આવી રહેલી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષામાં એમ.કોમ ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે.  ફાયનાન્સિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટની પરીક્ષામાં વોટ્સએપ પર વાયરલ થયેલા પેપર જેવું જ પેપર પુછાતા વિદ્યાર્થીઓ અચંબામાં મુકાઈ ગયા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરની કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપમાં ધંધુકાની એક કોલેજની યુનિટ ટેસ્ટ નું પ્રશ્નપત્ર વાયરલ થયું હતું વાયરલ થયેલા પ્રશ્નપત્ર સાથે કેટલાક વિદ્યાર્થીઓએ એવી કોમેન્ટ કરી હતી કે શુક્રવાર ની પરીક્ષામાં પ્રશ્ન પુત્ર પૂછવાનું છે વોટ્સએપ પર વાયરલ થયેલા પ્રશ્નપત્ર અને મોટાભાગના વિદ્યાર્થીઓ આપવા માગણી સહજતાથી લીધું હતું પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે આજે એમ.કોમ સેમેસ્ટર ચાર ના વિદ્યાર્થીઓને ફાઇનાન્સિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નું પ્રશ્નપત્ર જ્યારે હાથમાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા કે વોટ્સએપ ઉપર જે પ્રશ્નપત્ર વાયરલ થયું હતું. તેના કોપી પ્રશ્નપત્ર હતું જેથી વિદ્યાર્થીઓ વચ્ચેની સાથે રોજ પણ જોવા મળ્યો હતો અને પરીક્ષાના અંતે વિદ્યાર્થીઓએ પેપર સેન્ટર પર રોષ ઠાલવ્યો હતો વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે પેપર સેટ અરે વેઠ ઉતારી ધંધુકાની કોલેજના પ્રશ્નપત્ર અને કૉપી-પેસ્ટ કરી યુનિવર્સિટી ને સોંપી દીધું હશે તેવો આક્ષેપ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર વિજય જોશીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા માર્ચ મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને પ્રશ્નપત્ર ત્યારે જ સેટ થઇ ગયું હતું લોકડાઉનના કારણે પરીક્ષા મોડી લેવામાં આવી છે ત્યારે પ્રશ્નપત્ર કોપી-પેસ્ટ થયાની શંકાને કોઈ સ્થાન નથી.