Page Views: 12366

સુરત શહેર જિલ્લામાં કોરોનાના વધુ 251 કેસ નોંધાયા

કોરોનાને કારણે છ વ્યક્તિના મોત થતા કુલ મરણાંક 861 ઉપર પહોંચ્યો

સુરત-11-9-2020

 સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે સુરત શહેર અને જિલ્લામાં વધુ 251 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સુરત શહેરમાં 150 જયારે ગ્રામીણ વિસ્તારમાં 101 દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં  કુલ દર્દીની સંખ્યા  23 હજાર 862 પર પહોંચી ગઇ છે.  જયારે આજે 6 વ્યક્તિના  કોરોનાથી મોત થયા છે અને અત્યાર સુધીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીની સંખ્યા  861 ઉપર પહોંચી ગઇ છે. આજે 238  દર્દી કોરોનાને માત આપતા હોસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 20 હજાર 516 થઇ છે  જેમાં ગ્રામીય વિસ્તારના 4 હજાર 422 દર્દી છે.
શહેરના ક્યા ઝોનમાં કેટલા દર્દી નોંધાયા 
આજે સેન્ટ્રલ ઝોનમાં 09 , વરાછા એ ઝોનમાં 12, વરાછા બી ઝોનમાં  08,  રાંદેર ઝોનમાં 28,  કતારગામ ઝોનમાં 19, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 13 અને અઠવા ઝોનમાં 50 કેસ નોંધાયા છે.