Page Views: 3619

કરાઇ પોલીસ તાલિમ ભવનમાં કોરોનાનો કહેર જોવા મળ્યો

અધિકારીઓની તાલિમ દરમ્યાન ટેસ્ટ કરાતા વાત જાહેર થઇ

ગાંધીનગર-11-9-2020

 કોરોનાની મહામારીમાંથી લોકોને ઉગારવા માટે અન્ય લોકોની માફક જેમને ઘેર રહી સલામત રહેવાને બદલે ઘરબહાર રહી અન્યોને સલામત રાખવાની મહત્વની જવાબદારી છે તેવા કોરોના વોરીયર્સ સમા પોલીસ તંત્રના નાના-મોટા અધિકારીઓ તથા કોરોનાની ઝપટે ચડી જવાના પગલે-પગલે ગુજરાત પોલીસની સૌથી મોટી પોલીસ તાલીમની અકાદમી કરાઇ ખાતે ૩૦ થી વધુ પોલીસ જવાનો ઝપટે ચડી જતા પોલીસમાં ફફડાટ જોવા મળી રહ્યો  છે. અકાદમીના એડીશ્નલ ડીજીપી કક્ષાના નિયામક સિનીયર આઇપીએસ  વિકાસ સહાયએ વાતચીતમાં જણાવેલ કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી ખાતર ગાંધીનગર જીલ્લા પંચાયતની ટીમ મારફતે જવાનોના ટેસ્ટ કરાવતા પ૪ જેટલા જવાનોમાંથી ૩૦ થી વધુ જવાનોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. સાવચેતી ખાતર તમામ જવાનોને અકાદમીમાં આવેલી હોસ્ટેલમાં હોમ કોરન્ટાઇન કરવામાં આવવા સાથે સમગ્ર અકાદમી તથા આસપાસના વિસ્તારો માટે સાવચેતીના પગલાઓ ભરવામાં આવ્યા હતા. હાલમાં અકાદમીમાં એલઆરડી જવાનો ઉપરાંત પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓની તાલીમ ચાલી રહી છે. આમ તો અકાદમીમાં નિષ્ણાંત તબીબની સેવા પ્રથમથી જ લેવામાં આવી છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.વિકાસ સહાયએ વિશેષમાં જણાવેલ કે હાલમાં જેઓ પોઝીટીવ આવ્યા છે તેમાં પણ કોઇની તબિયત ચિંતાજનક નથી અને તેઓને પુરતી કાળજી લેવાવા સાથે અન્યોને કોઇ ચેપ ન લાગે તે માટે તમામ પ્રકારના જરુરી પગલાઓ લેવામાં આવ્યા છે.