Page Views: 11859

ભારતે પોંગોંગ વિસ્તારમાં બોફોર્સ તોપ તહેનાત કરી સૈન્ય શક્તિ વધારી

રશિયામાં વિદેશ મંત્રી સ્તરની વાતચિત ચાલુ પણ બોર્ડર પર તનાવ યથાવત

નવી દિલ્હી-11-9-2020

ભારતીય જવાનો હવે ફિંગર 4 સુધી પહોંચી ગયા છે. ખુબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં હવે ભારતીય જવાનોએ દબદબો બનાવી દીધો છે. તણાવ વચ્ચે LAC પર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતીય જવાનોએ પૂર્વ લદ્દાખના અલગ-અલગ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. માઉન્ટેન વોરફેરમાં ઉસ્તાદ ભારતીય જવાનો ચીનને સબક શીખવાડવા માટે તૈયાર છે.

હવે ચીનને રસ્તા પર લાવવા માટે ભારત ઈન્ટિગ્રેટેડ રિસ્પોન્સની રણનીતિ અપનાવી રહ્યું છે. મતલબ ચીન જે ભાષામાં જે સમજે, તેને તે જ ભાષામાં સમજાવવાની પહેલ થશે. ગુરુવારની રાત્રે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીની વિદેશ મંત્રીની મુલાકાત કરી હતી અને મોસ્કોમાં 2 કલાક સુધી વાતચીત કરી હતી. મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની વચ્ચે બેઠક થઈ હતી. એકબાજુ ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યું છે, તો બીજી બાજુ તેની સેના પેંગોંગ વિસ્તારમાં પોતાની તાકાત વધારી રહી છે. LAC પર ચીનની ચાલબાજીને જોતા ભારતીય સેના પમ સતર્ક થઇ ગઈ છે. અને સેનાએ હવે 155 મિમીની હોવિત્ઝર ટેન્ક તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. બોફોર્સ ટેન્ક તહેનાત કરવી ભારતીય સેનાનું એક મોટું પગલું છે. આ નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે, જ્યારે ચીન ઘુષણખોરીની પોતાની હરકતોથી ઉપર આવી રહ્યું નથી. એલએસી પર હાલ લગભગ 40 હદાર જવાનો તહેનાત છે. વાયુસેના પણ સતર્ક છે અને હવે હોવિત્ઝર ટેન્ક પણ સીમા પર મોકલી દેવામાં આવી છે. ચીનની નાનામાં નાની ભૂલનું પણ મોટું નુકસાન ભોગવવું પડશે.