Page Views: 4900

આજે સુરત શહેર જિલ્લામાં વધુ 256ને ચોંટ્યો કોરોના

બે વ્યક્તિના મોત સાથે મરણાંક 855 થયો

સુરત-10-9-2020

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે આજે વધુ 256 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં 154 જયારે ગ્રામીણ વિસ્તારમાં 102 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  23611 પર પહોંચી છે અને આજે  2 લોકોના કોરોનાથી મોત થવા સાથે અત્યાર સુધીનો કુલ મરણ આંક 855 પર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ પણ છે કે,  આજે 212  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 18158  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 102  કેસ સાથે દર્દી સંખ્યા 5453 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 23611 પર પહોંચી ગઈ છે.
ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોનમાં 11 , વરાછા એ ઝોનમાં 18. વરાછા બી ઝોનમાં 12,   રાંદેર ઝોનમાં 29,  કતારગામ ઝોનમાં 15, લીબાયત ઝોનમાં 08, ઉધના ઝોનમાં 14 અને અઠવા ઝોનમાં કોરોનાના 47 દર્દીઓ નોંધાયા છે.