Page Views: 2360

રાફેલ વિમાનને સત્તાવાર રીતે ઇન્ડિયન એરફોર્સમાં સામેલ કરાયા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, વિશ્વના દેશો માટે કડક સંદેશો છે આ

અંબાલા-10-9-2020

જેની ખરીદીના મુદે વિવાદ થયો હતો તે ફ્રાન્સમાંથી ખરીદવામાં આવેલાં પાંચ આધુનિક લડાકુ વિમાન રાફેલને આજે અંબાલાના એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સમારોહમાં  રાજનાથ સિંહે કહ્યું કે, રાફેલનું ભારતીય વાયુસેનામાં સામેલ થવું આખી દુનિયા માટે સખત સંદેશ છે. ખાસ કરીને એવા લોકો માટે જે આપણા હક પર નજર રાખી રહ્યા છે. હું વાયુસેનાના સાથીઓને શુભેચ્છા પાઠવું છું. તાજેતરમાં LAC પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના દરમિયાન તમે જે સતર્કતા દેખાડી છે, તેનાથી તમારા કમિટમેન્ટની ખબર પડે છે.સાથે જ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ કહ્યું- સુરક્ષાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા રાફેલને સામેલ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લેની હાજરીમાં સર્વધર્મ, એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ અનુસાર એની પૂજા કરવામાં આવી હતી. ત્યાર પછી એર શો શરૂ કરાયો હતો, જેમાં ફાઇટર જેટ કરતબ દેખાડ્યા હતા.આ સેરેમની 6 કલાક ચાલશે. રાફેલ ફાઈટર જેટની અંબાલા ખાતે આવેલી 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સત્તાવાર એન્ટ્રી ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. 17 વર્ષ પછી દેશના કોઈ રક્ષામંત્રી અંબાલા એરફોર્સ સ્ટેશન પર કોઈ મોટા સમારોહમાં સામેલ થયા છે.