Page Views: 9680

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલીમાં જોડાયેલા સુરતના ત્રણ ધારાસભ્યો કોરોના પોઝીટીવ

વૃક્ષા રોપણના કાર્યક્રમમાં સી આરના સંપર્કમાં આવેલાને ક્વોરન્ટાઇન કરવાના મુદે વિવાદ થવાની શક્યતા

સુરત-10-9-2020

 ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ સુરતના ત્રણ ધારાસભ્ય અને એક માજી ધારાસભ્ય કોરોના પોઝીટીવ થઈ ગયાં છે. જેના પગલે હાલમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઇન કરવાના મુદે વિવાદ ઉભો થયો છે. સૌરાષ્ટ્રની રેલીમાં જોડાયેલા સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલર અને કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત કામરેજના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરીયા પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા.

ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યાં પણ સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પોઝીટીવ આવતાં સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પ્રદેશ પ્રમુખની સતત આસપાસ રહેતાં કાર્યકરો અને પ્રદેશ પ્રમુખ સાથે મુકાલાત કરી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું એમાં મોટા ભાગના ભાજપના અગ્રણીઓનો સમાવેશ થાય છે અને હવે એ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાના મુદે વિવાદ ઉભો થયો છે.