Page Views: 21810

કોરોનાના સંકટ સમયે ભાવના મુકાતીવાલાનો શહેરીજનોને સંદેશો

કોરોના એટલે સંબંધોને એકતાંતણે ગૂંથવાનો નવો અને અકસીર અવસરઃ- ભાવના મુકાતીવાલા

સુરત-ભાવના મુકાતીવાલા દ્વારા

અનિસ જેવી સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક સેવાકિય પ્રવૃતિ સાથે સંકળાયેલા ભાવના મુકાતીવાલાએ કોરોનાથી પરેશાન સુરતીલાલાઓને એક સુંદર સંદેશો લખી મોકલ્યો છે. ખાસ આ સમયે હતાશ કે નિરાશ થયા વગર અડીખમ ઉભા રહેવાની આવશ્યકતા છે અને જો આ સમયે તમે નાસીપાસ થશો તો તમને માનસિક રીતે ઉગારવા માટે કોઇ કારી કામ નહીં લાગે,

તો મારા સુરતી મિત્રો જેમ આપણો અસલ સુરતી મિજાજથી મોટી રેલ કે ભૂકંપ ને પણ ઉત્સવમાં જ ફેરવ્યો તેવી જ રીતે કોરોનાની બીજી બાજુ ને  પણ ઉજવીએ જ્યારે વિશ્વએ ૨૦૦૬ની મોટી રેલ અને પ્લેગની મહામારીની નોંધ લીધી હોય, તો તે સંકટ નાનું સુનુ તો હોય જ નહી. પાંચ દિવસની રેલમાં કરોડો રુપિયાનું નુક્શાન ભોગવ્યું પણ અસલ સુરતી મિજાજથી ફરી ત્રણ મહિનામાં “સુરત સોનાની મૂરત” ધમધમતું થઈ ગયું હતું. આજે વિશ્વ મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ ઘણી ગંભીર છે પણ આપણે હિંમત ગુમાવીશું નહી. 

આ સમય દરમિયાન દૂરદર્શન પર રજુ થયેલ “મહાભારત” ના યુદ્ધને પણ યાદ કરીએ તો જેમાં કશાય વાંક-ગુના વગર કેટલો ભયંકર માનવ સંહાર થયો હતો. આ યુદ્ધ શા માટે? એવા પ્રશ્નનો ઉત્તર છે નવા વિશ્વનું સર્જન કરવા શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદનો યાદ કરીએ તો:

“જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવં જન્મ મૃતસ્યચ,

તસ્માદ અપરિહાર્યે અર્થે નત્વં શોચિતમ અહર્સિ”

અર્થાત્ - જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ નક્કી જ છે. અને મૃત્યુ પામેલા ફરી નવો જન્મ ધારણ કરશે જ. તો આ ન ટાળી શકાય એવી બાબતે હે અર્જુન! આપણે શોક ન કરવો જોઈએ.

હાલના સમયમાં કેટલાક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા તો કેટલાકે પોતાની રોજી રોટી ગુમાવી છે પણ “આપણા હાથ જગન્નાથ” પર ભરોસો રાખો. જ્યા સુધી આપણી સરકાર, આપણા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ, નર્સ તથા સફાઈ કર્મચારીઓ સાથે ખભેખભા મિલાવીએ અને જે નિયમોનું પાલન કરવા કહ્યું છે તે આપણા ભલા માટેજ છે.

તો ચાલો આપણે ઘર ના પ્રવેશ દ્વાર પર એક સૂત્ર લખીએ: “આ દિવસો પણ નીકળી જશે અને નવા વિશ્વનું સર્જન થશે.” આપણે સૌ શહેરીજનો લાગણીનો સેતુ રચી આપણી સમજણને કેળવીએ.

આતો છે સંબંધોને એકતાંતણે ગૂંથવાનો નવો અને અકસીર અવસર....

કોરોના એટલે વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ વચ્ચે નો bridge.

 કોરોના એટલે સંબંધો વિકાસવાનો અને ચકાસવાનો અવસર.

કોરોના એટલે ઘડિયાળના સેકન્ડ અને મિનિટના કાંટાને pause કરી જીવનને ઉજવવાનો લ્હાવો.

કોરોના એટલે fast forward જિંદગી માથી યાદોને rewind કરી મહાલવાનો મોકો.

 કોરોના એટલે વર્તમાનમાં જીવવું અને ભૂતકાળને ઉજવવું.

કોરોના એટલે માતાના હસ્તે બનેલ  જમણને વાચા આપતો સમય અને પિતાના વાત્સલ્યને ફરી તાજો કરવાનો સમય.