Page Views: 14836

સુરતમાં પ્રથમવાર ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા’નું આયોજન થશે

પદ્મશ્રી ડૉ. કુમારપાળદેસાઈના ઉદઘાટન વ્યાખ્યાનથી શનિવારે આરંભ થશે

સુરતસુરત : 3-8-2020

 મહામંગલકારીપર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે સુરતમાં પહેલી જ વાર પર્યુષણ વ્યાખ્યાનમાળાનું ઓન-લાઈન આયોજન તા. ૮થી ૧૪ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. મુંબઈ અને અમદાવાદમાં આવી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન લગભગ છેલ્લાં એક સો વર્ષોથી થતું આવ્યું છે. એજ પ્રમાણે કોરોનાના આ સંકટકાળમાં, સર્વે જનોને શાંતિ, સમતા, શાતા અને ઘર બેઠાં જ્ઞાન અને આધ્યાત્મિક સત્સંગનો લાભ મળી રહે અને ધર્મ, માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મના પ્રચાર પ્રસારના શુભ હેતુથી સુરતમાંથીઓન-લાઈન વ્યાખ્યાનમાળાનું આયોજન સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે બેટર લાઈફ ફાઉન્ડેશનનાભદ્રેશ શાહ અને નરેશ કાપડીઆ દ્વારા શનિવાર, ૮ ઓગસ્ટથી શુક્રવાર, ૧૪ ઓગસ્ટ સુધી દરરોજ સવારે ૯થી ૧૧ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે.

આ વ્યાખ્યાનમાળામાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ઉપરાંત વિખ્યાત ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. સુધીરભાઈ શાહ, ડૉ. સેજલબેન શાહ, ડૉ. શૈલેષભાઈ મહેતા, ડૉ. મહેબૂબ દેસાઈ, ડૉ. દર્શનાબેનઠક્કર,રમેશભાઈતન્ના,રાજેન્દ્રભાઈ શાહ, ડૉ. રમઝાનહાશ્મીયા,  ડૉ. જીતુભાઈ શાહ વિગેરે વિદ્વાન વ્યાખ્યાતાઓ તેમના જ્ઞાનની રસલ્હાણકરાવશે.

તમામ વ્યાખ્યાનો ઝૂમ એપ દ્વારા આયોજિત કરાશે અને યુ-ટ્યુબ પર તેનું જીવંત પ્રસારણ કરાશે. સોસિયલમીડિયા દ્વારા તેની વિગતો મોકલાશે.

આ આયોજનનાસહયોગમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમ્નીએસોસિએશન,જીવનભારતી મંડળ,જીવનજ્યોત ટ્રસ્ટ વિગેરેસંસ્થાઓજોડાયેલી છે. સમાજનો મોટો વર્ગ આ સત્કર્મમાંજોડાય તેવાં પ્રયાસ કરવામાં આવશે.