Page Views: 2014

દેશમાં પ્રથમ વખત ગ્લોબલ વર્ચ્યુઅલ એચ.આર. કોન્ફરન્સ ‘એચઆરએમ સમિટ ર૦ર૦ ઇન્ડિયા’યોજાશે

કી નોટ સ્પીકર તરીકે સ્ટીવ જોબ્સના કોચ રહી ચૂકેલા વિશ્વભરમાં જાણીતા બેસ્ટ સેલીંગ ઓથર, ઓથોરિટી ઓન ઇન્ટેલીજન્ટ લિડરશીપ એન્ડ ધી વર્લ્ડ્‌સ ટોપ એકઝીકયુટીવ કોચ જોહન મેટોન તેમનું મહત્વનું વકતવ્ય રજૂ કરશે

સુરત. 1-8-2020

 ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઇમ્પેક્‌ટ ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૩ થી ૭ ઓગષ્ટ ર૦ર૦ દરમિયાન ભારતમાં પ્રથમ વખત ગ્લોબલ વર્ચ્યુઅલ એચ.આર. કોન્ફરન્સ ‘એચઆરએમ સમિટ ર૦ર૦ ઇન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના ૯૦ જેટલા નિષ્ણાંત વક્તાઓ એચઆર સંબંધિત વિવિધ વિષયો ઉપર અભ્યાસકીય તેમજ અનુભવોના નિચોડ સાથેનું વક્તવ્ય રજૂ કરશે.

 ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘એચઆરએમ સમિટ ર૦ર૦ ઇન્ડિયા’માં ૬ જેટલા વર્ચ્યુઅલ વર્કશોપ્સ, ૪ જેટલી બ્રેકઆઉટ્‌સ સમિટ્‌સ, ૧૦ ટ્રેક્‌સ અને રપથી વધુ ઓનલાઇન એકિ્‌ઝબિશન્સ બૂથ્સનું આયોજન કરવામાં આવશે. પાંચ દિવસના આ ઇવેન્ટ માટે ચેમ્બર દ્વારા ૮પ% જેટલું મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

 ચેમ્બરના ઈવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ મૃણાલ શુક્લએ જણાવ્યું હતું કે, આખું અઠવાડિયું માત્ર એચઆર ઉપર વાત કરવામાં આવશે. ‘સ્ટ્રેટેજિક એચઆર એન્ડ ઘી ફ્‌યુચર ઓફ વર્ક’, ‘ગ્લોબલ એચઆર ટ્રેન્ડ્‌સ એન્ડ પ્રેકિ્‌ટકલ’, ‘લિડરશિપ, ઓર્ગેનાઇઝેશન કલ્ચર એન્ડ ઇફેક્‌ટીવનેસ’ અને ‘સ્ટ્રેટેજિક વર્કફોર્સ પ્લાનિંગ’વિષય ઉપર વર્કશોપ્સ યોજાશે.

 આ સમિટમાં કી નોટ સ્પીકર તરીકે સ્ટીવ જોબ્સના પણ કોચ રહી ચૂકેલા વિશ્વભરમાં જાણીતા બેસ્ટ સેલીંગ ઓથર, ઓથોરિટી ઓન ઇન્ટેલીજન્ટ લિડરશીપ એન્ડ ધી વર્લ્ડ્‌સ ટોપ એકઝીકયુટીવ કોચ જોહન મેટોન તેમનું મહત્વનું વકતવ્ય રજૂ કરશે. તદુપરાંત અન્ય નિષ્ણાંત વકતાશ્રીઓમાં પ્રોફેસર ડો. ટી.વી. રાવ (ફાઉન્ડર – એનએચઆરડી, ચેરમેન, ટીવીઆરએલએસ),  કેતન દેસાઇ (પ્રમુખ – એસજીસીસીઆઇ),  દિનેશ નાવડિયા (કાર્યવાહક પ્રમુખ – એસજીસીસીઆઇ), ડો. નિરવ મંડિર (ચીફ હયૂમન કેપિટલ ઓફિસર – શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ),  મૃણાલ શુક્લ (ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલ હેડ, એસજીસીસીઆઇ),  ડેવીડ ફોરમન, શ્રી પોલ લાર્સન, શ્રી રામા કૃષ્ણા, સુશ્રી સીઓભાન મેહાલે,  આશિષ ગાક્રે,  રત્નેશ કુમાર,  આશિષ બન્કા,  શુભમ ત્રિપાઠી,  વિકાસ મિત્તલ,  મ્થુન્જી મ્ડવાબા,  રોબર્ટ ગાર્સિયા,  એન્ડ્રીવ સ્ટોટર – બ્રૂક્‌સ,  સ્કોટ ફ્રીડમન,  બ્રાડ બોયસન, સુશ્રી સેન્ડ્રીન બારડોટ,  સુબ્રમણ્યમ પી.એમ., સુશ્રી અન્ના મામલકી,  સૌરભ રોય,  રાહુલ તનેજા,  સારાહ તબેટ,  ડાર્વિન રિવર્સ,  ડીક્‌સન ટાંગ, ડો. સુનિલ ગુપ્તા, ડો. અંકિતા સિંઘ,  અમિત વર્મા,  ચારુ રત્નુ, સુશ્રી મનદીપ કૌર, ડો. ગૌરવ બુચ,  મીત્ચ ઝેન્ગર,  એસ.વી. નાથન,  અંજલિ મેનન,  અમિત દાસ,  કોમલ સિંઘ, અનિલ કુમાર મિશ્રા,  એમેન્યુઅલ ઝ્‌વાડા,  નિરવ જોગાણી,  રવિન્દ્રકુમાર આર્યા,  રોહન લેલે,  રાજ ગુપ્તા, સુશ્રી રાડા રૂટ, સુશ્રી સૌમ્યા બાડગાયન,  અનંત ઝૂત્શી,  સૌરભ શર્મા,  યાદુગિરીશ રાજગોપાલ, શ્રી નીલ શાહ, શ્રી રાજેશ ચંદવાની,  અજય લુલ્લા,  સુજોય બેનર્જી,  લી પેરાલુમન ડે બોરજા,  રાકનછઠ નંદા, શ્રી સંતોષ પાનીકર, સુશ્રી ટેમીટોપ અઝીઝ,  વેન્કટેશ સર્વસિદ્ધી,  ડોલ્ફી ગોવિયસ, સુશ્રી વુલન રેન્ની,  એમેન્યુઅલ માઇકલ, તહસીન વાહદત,  અરૂણ રાયચૌધરી,  વિનોદ અરોરા, સુશ્રી અપર્ણા મિત્તલ, સુશ્રી ઝૈનબ પટેલ,  દિવ્યાંશુ ગણત્ર,  શિવ કુમાર, સુશ્રી મૈત્રી શાહ, સુશ્રી હરપ્રીત ઘુમાન અને સુશ્રી સમીધા મોહંતી એચઆરના વિવિધ વિષયો ઉપર સંબોધન કરશે. આ સમિટમાં ભાગ લેવા માટે www.hrmsummit.in ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.