Page Views: 11213

આજે સુરતમાં કોરોનાના 262 કેસ નોંધાયા- બાર વ્યક્તિના મોત

સ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી છે અને તંત્ર લાચાર

સુરત-1-8-2020

સુરત શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 262 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરત શહેરમાં આજે  214 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે ગ્રામીણ વિસ્તારમાં 48 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આજના દર્દીઓ  સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 13 હજાર 925 ઉપર પહોંચી ગઇ છે, જયારે આજે 12 વ્યક્તિના કોરોનાથી મોત સાથે અત્યાર સુધીનો કુલ મરણ આંક 609  ઉપર પહોંચ્યો છે, તેવામાં આજે 214 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જે સુરત શહેર અને જિલ્લાના તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

સુરતમાં ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા

આજે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 32 , વરાછા એ ઝોનમાં 34, વરાછા બી ઝોનમાં 11,  રાંદેર ઝોનમાં 41,  કતારગામ ઝોનમાં 21 લિંબાયત ઝોનમાં 20, ઉધના ઝોનમાં 19 અને અઠવા ઝોનમાં 36  કોરોનાના દર્દીઓ નોંધાયા છે.

જિલ્લામાં  ચોર્યાસી 10  ઓલપાડ 8  કામરેજ 8 ,પલસાણા 6  બારડોલી 5 ,મહુવા 4, માંડવી 3  અને માંગરોળ 4   કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે.