Page Views: 1686

રાજકોટમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો- નવા 37 કેસ નોંધાયા- સાત દિવસમાં 68ના મોત

સોની બજાર ચાલુ કરવાના મામલે વેપારીઓમાં ભાગલા પડ્યા

રાજકોટ-1-8-2020

રાજકોટ શહેરમાં કોરોના કાળ બનીને ત્રાટકી રહ્યો છે. કોરોનાને કારણે નોંધપાત્ર રીતે મૃત્યુ આંક વધી રહ્યો છે અને તંત્ર મોતના આંકડા છુપવવા માટે મથામણ કરતું હોય એવી ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ટકોર કરવી પડી હતી. હાલની સ્થિતિ પ્રમાણે જોઇએ તો, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે 37 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 5 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 68 લોકોના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1900ને પાર પહોંચી ગઈ છે. આ સાથે જ જામનગરમાં 20 અને ઉપલેટામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1215 થઈ છે. જ્યારે જિલ્લામાં 1837 કેસ નોંધાયા છે. સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડ્યા હતા.પરંતુ દુકાન ખોલવા બાબતે બધા સોની વેપારીઓ એક થઇ ગયા છે. જેથી આજથી સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થઈ ગયું છે અને આજથી સોની બજાર શરૂ થઈ ગઈ છે. જામનગર જિલ્લામાં વધુ 20 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે.