Page Views: 11291

કોરોના સંક્રમણના હાઇ રિસ્ક ઝોનમાં આવતા રાંદેર ઝોન દ્વારા સાવચેતી રાખવા માટે બોર્ડ મુકાયા

રાંદેર વિસ્તારમાં આસપાસના ગામોમાંથી મહત્તમ લોકો આવતા હોવાથી ઝોનમાં તમામ સર્કલ પર લોક જાગૃતિ માટે પ્રયાસ

સુરત-1-8-2020

સુરત શહેર જિલ્લામાં સતત કોરોના સક્ર્મણ વધી રહ્યું  છે ત્યારે સૌથી વધુ કેસ સુરતના રાંદેર ઝોન વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે.  રાંદેર ઝોન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને આ ઝોનમાં આવતા લોકો સતર્ક રહે તે માટે સમગ્ર વિસ્તારના તમામ સર્કલો અને જાહેર સ્થળો પર કોરોના હાઇ રિસ્ક ઝોનના બોર્ડ મુકવામાં આવ્યા છે.

સુરત શહેર જિલ્લામાં કોરોના મહામારીમાં ગુજરાતમાં સુરત સૌથી આગળ છે ત્યારે દરોજ 300 કરતા વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે. આ સક્ર્મણ અટકાવ સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા નવતર પ્રયાયોગ કરવામાં આવ્યો છે. બહારના લોકોની અવરજવર ઓછી થાય અને લોકો ઓછી સંખ્યામાં ભેગા થાય તે માટે રાંદેર ઝોનમાં સરદાર બ્રિજ સર્કલ, એલ.પી.સવાણી સર્કલ, સ્ટાર બજાર સર્કલ, ભેંસાણ સર્કલ, ઇસ્કોન સર્કલ સહિતના દસ સર્કલ પર ચેતવણી આપતા બોર્ડ લગાડવામાં આવ્યા છે જને લઈને લોકોની અવાર જવર પર નિયંત્રણ આવે  અને લોકો આ ઝોન માંથી અવાર જવર ઓછી કરેતો આ વિસ્તારમાં સક્ર્મણ પણ ઘટી શકે.  આ બોર્ડ જોઇને લોકોને સ્થિતિની ગંભીરતાની ખબર પડે અને ખૂબ જરૂરી કામ હોય તો જ લોકો બહાર નીકળે. લોકો સતર્ક રહે અને માસ્ક પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ કરે તે માટે ચેતવણીદર્શક બોર્ડ તથા ચાલીસથી વધુ જગ્યાએ બફર ઝોન અને કલસ્ટર ઝોનના બોર્ડ લગાડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, સુરત શહેરના રાંદેર ઝોનમાં ઓલપાડ તાલુકાના ગામોમાંથી દર રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે અને સાંજ સુધી આ વિસ્તારમાં ફરતા રહે છે. ચેતવણી દર્શાવતા બોર્ડ મુકવા પાછળનું કારણ લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે અને લોકો સાવધાની રાખે એ જ છે. કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ કોરોના સામે સતર્કતા રાખવાની આવશ્યકતા છે એ હેતુ આ બોર્ડ મુકવા પાછળનો હોવાનું જાણાવા મળે છે.