Page Views: 10760

રૂ. 70 લાખની માંગણી કરી સાડા સાત વર્ષથી પત્નીને પિયર કાઢી મુકવાના કેસમાં કોર્ટે છુટાછેડનો હુકમ કર્યો

શહેરના એ.કે.રોડ પર રહેતા ભાવિન ડોબરીયાએ પત્ની અમીને પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકી બાદમાં તેડવાની તસદી લીધી ન હતી

સુરત-31-7-2020

સુરત શહેરના એ કે રોડ પર રહેતા યુવાનના લગ્ન નાના વરાછા ખાતે રહેતી યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ આ દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને ત્યાર પછી પતિ દ્વારા પત્નીને પિયરમાં મોકલવામાં આવી હતી અને પછી તેડી જવાની તસદી લીધી ન હતી. આખરે આ યુવતીએ પોતાના વકીલ મારફત ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી જેને કોર્ટે મંજૂર રાખી હતી.

વિગતો અનુસાર, નાના વરાછા ખાતે રહેતી અમી નામની યુવતીના લગ્ન શહેરના એ કે રોડ ખાતે રહેતા ભાવિન ડોબરીયા નામના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ આ બન્નેનો સંસાર સારી રીતે ચાલતો હતો અને અમીએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ ભાવિન દ્વારા તેના સાસરીયાઓ પાસેથી રૂપિયા સોળ લાખની માંગણી કરવામાં આવી હતી. પરંતુ અમીના માતા પિતા અને ભાઇ તેની આ માંગણી પુરી કરી શકે તેમ ન હતા અને તેમણે રૂપિયા પાંચ લાખ જેટલી રકમ આપી શકાશે એવુ જણાવ્યું હતું. જેથી ભાવેશ અમી સાથે વારંવાર ઝગડા કરીને ગાળા ગાળી કરતો હતો. તેમજ પુત્રને ભીમ અગિયારસના દિવસે  તે અમીને તેના પિયરમાં મુકી આવ્યો હતો. પછી તેડવા માટે આવ્યો ન હતો અને પોતાના સગીર દિકરાને લઇને તે જતો રહ્યો હતો.  ભાવેશના સાસરીયાઓ દ્વારા જ્યારે તેને અમીને તેડી જવા માટે કહેવાયું છતા તે માનતો ન હતો. સમાજના અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયાસો કરાયા હતા પરંતુ તે અમીને સ્વિકારવા તૈયાર ન હતો. તેમજ ભાવેશ ડોબરિયા દ્વારા હવે અમીના પિયરવાળાઓ પાસેથી રૂપિયા 70 લાખની માંગણી કરવામાં આવતી હતી. જે આ પરિવાર આપી શકે તેમ ન હતો. આખરે અમીબેન પોતાના એડવોકેટ ટીનાબેન જનેન્દ્ર કુમાર શર્મા મારફત ફેમિલી કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. છેલ્લા સાડા સાત વર્ષથી પતિ ભાવેશ દ્વારા અમી બેનને  સાસરે ન લઇ જવાયા હોવાની વાતને ધ્યાનમાં લઇને  ફેમિલી કોર્ટે અમીબેનને છુટાછેડા માટેની પરવાનગી પર મંજૂરીની મહોર મારી હતી.