Page Views: 389

અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો

મગફળી અને કપાસના પાકને સારો ફાયદો મળશે

અમરેલી-31-7-2020

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી આજે અક્ષરશઃ સાચી પડી હતી. તેમજ સૌરાષ્ટ્રના અમરલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ લોકોને ગરમીથી રાહત થઈ છે.
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી શહેર અને કુંકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો હતો. લાઠી, દામનગર અને ગ્રામ્યમાં ભીંગરાડ, છભાડિયા, આસોદર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુર, માધુપુર, જીરા, ગઢીયા, સહિત આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ અગીયાળી, બેકડી, ગુંદાળા, થાળા, બોરડી, વાવડી અને રાજપરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા કપાસ અને મગફળીના પાકને મોટો ફાયદો થશે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.