Page Views: 11129

વરાછા બેન્ક દ્વારા આત્મ નિર્ભર યોજના અંતર્ગત 5200 થી વધુ લાભાર્થીઓને રૂ.૪૨ કરોડની લોન અપાઇ

સરકારની યોજના લોકો સુધી પહોચાડવા વરાછા બેંક અગ્રેસર: મંત્રી કિશોરભાઈ કાનાણી

કોરોના સંકટમાં નાના ધંધા, ઉદ્યોગકારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના” અમલી બનાવાય છે.  આત્મનિર્ભર સહાય યોજના-૧ માં વ્યાજ સબસીડી ૬% અને યોજના -૨ માં વ્યાજ સબસીડી ૪% નો લાભ મળે છે. સમગ્ર ગુજરાતમાં સહકારી બેંકો અને મંડળીઓના માધ્યમથી કરોડો રૂપિયા આ યોજના  હેઠળ જરૂરતમંદો સુધી પહોંચ્યા છે.  ત્યારે લોક સેવા અને સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતી શહેરની ધી વરાછા કો-ઓપરેટીવ બેન્ક દ્વારા શહેરીજનોને રેકોર્ડ બ્રેક કહી શકાય એટલી રકમ  રાજ્ય સરકારની આત્મ નિર્ભર   યોજના અંતર્ગત આપવામાં આવી છે. આજ રોજ   વરાછા કો.ઓપરેટીવ બેંક ખાતે કાર્યક્રમમાં રાજય આરોગ્ય મંત્રી  કિશોરભાઇ કાનાણીએ  જણાવ્યું હતું કે, કોરોનાના  વિશ્વરૂપી મહામારીના સમયે સરકારે લોકોના ધંધા-ઉદ્યોગ શરૂ કરી, લોકો પગભર થાય તે માટે સરકારે ૧૪ હજાર કરોડની આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરવામાં આવી છે. અને આ યોજના થકી નાના ધંધા,ઉદ્યોગ ફરીવાર પગભર થઇ રહયા છે. વરાછા કો ઓ. બેંક આ યોજના હેઠળ  અંગત રસ લઇ લોકોને લોન આપી રહી છે, જે અભિનંદનને પાત્ર છે. તેમને વધુમાં જણાવ્યું કે, લોકોને ફરી પગભર કરવા સરકાર દ્વારા સામર્થ્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ યોજના લાભાર્થી જીતેન્દ્ર તારપરા જે. કે. પેકેજીંગનો ધંધો કરે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારના બોક્ષ બનાવે છે. જીતેન્દ્રભાઈ જણાવે છે કે, લોકડાઉન કારણે મારા વેપારને આર્થિક રીતે અસર થઇ છે. આજે આત્મનિર્ભર સહાય યોજના થકી વરાછા કો.ઓ.બેંક દ્વારા રૂા.એક લાખની લોન મંજુર કરવામાં આવી જેનો ચેક મને મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી હસ્તે મળ્યો. આ લોનની રકમથી મને મારો ધંધો શરુ કરવા મદદ મળશે જેના માટે હું રાજ્ય સરકારનો ખુબ આભારી છુ.

અનિલભાઈ નકુમ જેઓ ઉગમ ટેકસટાઈલ નામથી હેન્ડ વર્ક કરવાનો ધંધો કરે છે. તેઓ જણાવે છે કે, લોકડાઉનના કારણે કાપડ માર્કેટને  અસર થઇ છે. મારો નાનો વેપાર છે જે બંદ થવાના કગાર પર હતો. મારી  આર્થિક સમસ્યાને પહોચી વળવા આત્મનિર્ભર સહાય યોજના ખુબજ મદદરૂપ સાબિત થઇ છે. વરાછા કો ઓ. બેંક દ્વારા મારી રૂા.એક લાખની લોન મંજુર કરવામાં આવી જેના થાકી મારા વેપારમાં ખુબ આર્થિક ટેકો મળી રહેશે અને મારી ધંધો બંધ કરવા જેવી સ્થિતિમાંથી આત્મનિર્ભર યોજનાએ મને ઉગારી લીધો છે આ માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છુ.                              

આ પ્રસંગે બ્લડબેન્કના પ્રમુખ હરિભાઈ કથીરિયા, સુરત ડાયમંડ એસોસિયેશનના માજીમત્રી દામજીભાઈ માવાણી, સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના સભ્ય રમેશભાઈ ભુવા વરાછા બેન્કના ચેરમેન કાનજીભાઈ ભાલાળા તથા એમ.ડી.ભવાનભાઈ નવાપરા ઉપસ્થિત રહ્યા હતા.