Page Views: 5692

સુરતમાં કોરોનાથી 11ના મોત અને 284 પોઝીટીવ દર્દી નોંઘાયા

આજે 245 દર્દીઓ કોરોના પરાજય આપી ઘરે પરત ફર્યા

સુરત-31-7-2020

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 284 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 219 જયારે ગ્રામીણ વિસ્તારમાં 65 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 13663 પર પહોંચી છે, જયારે આજે 11 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 597  પર પહોંચ્યો છે, તેવામાં આજે 245 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 284 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 219 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 10976 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 65 કેસ સાથે દર્દી સંખ્યા 2687 પર પહોંચી છે.

શહેરના ક્યા ઝોનમાં કેટલા કેસ આવ્યા

આજે સેન્ટ્રલ ઝોનમાં 31 , વરાછા એ ઝોનમાં 37. વરાછા બી ઝોનમાં  23  રાંદેર ઝોનમાં 20,   કતારગામ ઝોનમાં 27 લીબાયત ઝોનમાં 19, ઉધના ઝોનમાં 17 અને અઠવા ઝોનમાં 45  કેસ નોંધાયા છે. જોકે જિલ્લામાં  ચોર્યાસી 14  ઓલપાડ 5  કામરેજ 10 ,પલસાણા 10  બારડોલી 14 ,મહુવા 1, માંડવી અને માંગરોળ 7   કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.