Page Views: 8805

રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટીયા

અનેક વિભાગોમાં ડિટેકશનની કામગીરીમાં આશિષ ભાટીયાનું અત્યાર સુધી મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે- ખાસ કરીને વર્ષ 2008ના અમદાવાદના સિરિયલ બ્લાસ્ટનું ડિટેકશન તેમની મોટી ઉપલબ્ધી ગણાવી શકાય

અમદાવાદ-31-7-2020

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાનો ત્રણ મહિના અગાઉ પૂર્ણ થતાં તેઓ વયનિવૃત્ત થયા હતા, પરંતુ સરકારે કોરોનાની મહામારીમાં લોકડાઉનને કારણે તેઓને એક્સટેન્શન આપ્યું હતું. આજે ત્રણ મહિના પુરા થતાં રાજ્યના નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે.

રાજ્યના નવા પોલીસવડાની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટૃ સહિતના અગ્રગણ્ય અધિકારીઓની દિલ્હી ખાતે મિટિંગ મળી હતી. જેમાં સર્વાનુમતે હાલના અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટીયાના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આશિષ ભાટિયા 1985 બેચના ગુજરાતના સિનિયર આઇપીએસ અધિકારી છે. ભાટીયા આત્મવિશ્વાસથી ભરેલા મક્કમ નિર્ણય લેવામાં સક્ષમ અને સ્વભાવે શાંત અને સૌમ્ય અધિકારી છે. તેઓ ગુનો ઉકેલવામાં પણ એક્સપર્ટ છે. વર્ષ 2008નાં અમદાવાદના સિરિયલ બ્લાસ્ટને ઉકેલવાનો શ્રેય તેમને જાય છે. ભાટિયા અમદાવાદ અને સુરત પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કમાન પણ સંભાળી ચુક્યા છે. DCP તરીકે તથા JCP તરીકે તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી છે. આ સિવાય પણ ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે તેમણે તમામ હોદાઓ ઉપર પ્રશંસનિય કામગીરી કરી છે.