Page Views: 1927

શાળાઓ ચાલુ કરાય તો માત્ર દસ જ વિદ્યાર્થી દસ સપ્તાહમાં 78 ટકાને કોરોનાનો ચેપ લગાવી શકે

અમદાવાદ આઇઆઇએમના પ્રોફેસર વિલ મિત્યેલ અને દિલ્હીના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ પુર્વકનો સર્વે કરાયો

અમદાવાદ-31-7-2020

કોરોનાને કારણે લોક ડાઉન બાદ છૂટ અપાયા પછી હવે ત્રીજા તબક્કાનું અનલોક જાહેર કરવામાં આવી છે અને તેના અનુસંધાનમાં  IIM અમદાવાદના પ્રોફેસર અને IIM દિલ્હીના વિદ્યાર્થીએ કરેલા અભ્યાસમાં હાલની પરિસ્થિતિમાં ઘરેથી અભ્યાસ કરવો શા માટે વધારે સુરક્ષિત છે, તે મુદ્દે સૂચન અપાયું છે. અભ્યાસમાં ઉલ્લેખ કરાયો છે કે ૧૭૦૦ વ્યકિત ધરાવતી રેસીડેન્સિયલ શૈક્ષણિક સંસ્થાને ખોલવાના ૧૦ જ અઠવાડિયામાં ૭૭.૭ ટકા લોકો સંક્રમિત થઈ શકે અને ૦.૭ ટકાના મોત. આવી પરિસ્થિતિ શરૂઆતમાં માત્ર ૧૦ સંક્રમિત વ્યકિતઓ દ્વારા જ પેદા થઈ શકે છે. તેમ એક અહેવાલમાં જણાવાયું છે.

આ અભ્યાસ 'એકેડમીક કેમ્પસીસ, સુપર સ્પ્રેડર ઈવેન્ટ્સ એન્ડ પેન્ડામિકસઃ સિમ્યુલેશન એવિડન્સ ફ્રોમ રિઓપનિંગ ઈન્ડિયન યુનિવર્સિટીસ વિથ કોવિડ-૧૯' શીર્ષક હેઠળ હેલ્થ મેનેજમેન્ટ, પોલિસી એન્ડ ઈનોવેશન (HMPI)ના લેટેસ્ટ ઈશ્યૂમાં પબ્લીશ કરાયો હતો. HMPIને જાણીતા સ્કોલર્સ જેવા કે પ્રોફેસર વિલ મિત્ચેલ, રેજીના હર્ઝલિંગર અને કેવિન શ્યુલમાન એડિટ કરાય છે. આ મેગેઝીન ૨૦૧૨માં ઈકોનોમિકટ ડેવિડ ડ્રેનોવે હેલ્થકેર માર્કેટમાં કામ કરતી બિઝનેસ સ્કૂલની શરૂઆત તરીકે શરૂ કરી હતી. જયારે આ અભ્યાસ IIM-Aના પ્રોફેસર ચિરંતન ચેટર્જી અને હૂવર ઈન્સ્ટીટ્યૂટ સ્ટાનફોર્ડના આદિત્ય બંસલ જે IIT- દિલ્હીના પણ વિદ્યાર્થી રહી ચૂકયા છે તેમણે સાથે મળીને કર્યો હતો.અભ્યાસ માટે એક કાલ્પનિક રેસિડેન્સિયલ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ લેવામાં આવી. જેમાં ૧૦૪૦ વિદ્યાર્થીઓ અને ૯૦ ફેકલ્ટી મેમ્બર્સ સાથે ૧૭૦૦ લોકો હોવાનું ધારવામાં આવ્યું. રિસર્ચરો દ્વારા SEIDR રોગચાળાનું મોડલ ઉપયોગ કરવામાં આવ્યું. જેમા પાંચ પરિબળો સંવેદનશીલ (S), એકસપોઝ (E), ઈન્ફેકટેડ (I), રિવકર (D) અને બીમાર (R) લેવામાં આવ્યા હતા. આ મોડલમાં ઈન્ફેકશનથી મૃત્યુનો દર ૧ ટકા રાખવામાં આવ્યો હતો, જયારે નેશનલ એવરેજનો દર ૪ ટકા જેટલો છે. અભ્યાસમાં સોશિયલ ડિસ્ટન્સિંગની અસરને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. રિસર્ચરોએ માન્યું કે શરૂઆતમાં ૧૦ વ્યકિત કોરોના વાયરસથી સંક્રમિત હોય તો ૨૦ અઠવાડિયાના અંત સુધીમાં ૧૭૦૦માંથી ૧૩૯૨ લોકો (૮૧.૯ ટકા) સંક્રમિત થઈ શકે. આ સાથે ૧૪ લોકોના મોત થઈ શકે. જયારે ૧૦ અઠવાડિયમાં જ ૧૩૨૧ લોકો (૭૭.૭ ટકા) સંક્રમિત થઈ શકે અને ૧૨ ના મોત થઈ શકે. પ્રોફેસર ચેટર્જી કહે છે, અમને હાલમાં ભારતીય અનુભવ નથી, પરંતુ અમેરિકા જેવા દેશમાં કેમ્પસમાં કોવિડ-૧૯નું  સંક્રમણ ફેલાવવું મોટી ચિંતા તરીકે જોવાઈ રહ્યું છે. અભ્યાસમાંથી જે સંદેશ મળે છે તે છે, અત્યારે કેમ્પસને ન ખોલશો, કોવિડ-૧૯નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યાં સુધીમાં અસરકારક અને સુરક્ષીત વેકસીનની રાહ જુઓ. તેઓ ઉમેરે છે કે, માસ્ક પહેરવા અને સેનિટાઈઝેશન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.